Patan News/ પાટણમાં ભારે વરસાદથી સાંતલપુરનું ગઠા ગામ સંપર્કવિહોણું

સાંતલપુર પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદ (Heavy Rain)ના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે

Gujarat Others
ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સાંતલપુર તાલુકાનું ગઠા ગામ (Gatha Village)સંપૂર્ણપણે સંપર્કવિહોણું બન્યું છે

Patan News : ઉત્તર ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પાટણ (Patan)જિલ્લાના સાંતલપુર પંથકમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સાંતલપુર તાલુકાનું ગઠા ગામ (Gatha Village)સંપૂર્ણપણે સંપર્કવિહોણું બન્યું છે. ગામને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.

સ્થાનિક લોકો માટે દૈનિક અવરજવર મુશ્કેલ બની ગઈ છે અને તાત્કાલિક સેવાઓ પહોંચાડવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. વરસાદી પાણીના સતત પ્રવાહને કારણે માર્ગ પરથી પાણી ઓસરવાની કોઈ શક્યતા હાલ દેખાઈ રહી નથી.

આ દરમિયાન બાબરા ગામનું તળાવ પણ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. અગાઉ વિસ્તારમાં પાણીનો ડેમ તૂટવાની ઘટના બાદ હવે તળાવ તૂટતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધુ વધી ગયો છે. જેના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદ (Heavy Rain)ના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત

સાંતલપુર પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર

આ પણ વાંચો:વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ

આ પણ વાંચો:મહેસાણામાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર