Mount Abu Rain/ વરસાદમાં ખીલી ઉઠ્યું માઉન્ટ આબુ: નખી લેક, ગુરુ શિખર અને હરિયાળીના નજારાએ પ્રવાસીઓને કર્યા મંત્રમુગ્ધ

ચોમાસાની ઋતુમાં માઉન્ટ આબુ (Mount Abu Monsoon) લીલીછમ હરિયાળી અને વાદળોના અદભૂત નજારાથી ખીલી ઉઠ્યું છે. નખી લેક, ગુરુ શિખર અને સનસેટ પોઈન્ટ પર ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Mount Abu Monsoon: ગુજરાતીઓની પહેલી પસંદ બન્યું વરસાદી માઉન્ટ આબુ

Mount Abu Rain: રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount Abu Monsoon) ચોમાસાની ઋતુમાં કુદરતના અદભૂત રંગોથી સજ્જ થઈ ગયું છે. અરવલ્લી પર્વતમાળાની હરિયાળી, ઝરમર વરસાદ અને પહાડો વચ્ચે ફરતા વાદળોના નજારાએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે. ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે.

Mount Abu Monsoon: વાદળોની વચ્ચે સ્વર્ગ જેવો અનુભવ

વરસાદ શરૂ થતાં જ સમગ્ર માઉન્ટ આબુ (Mount Abu Monsoon) હરિયાળીની ચાદર ઓઢી લે છે. ઊંચા પહાડો પર ફરતા પ્રવાસીઓને વાદળો અડીને પસાર થાય છે, જે તેમને અનોખો અને યાદગાર અનુભવ કરાવે છે. અનેક પ્રવાસીઓ માટે આ દૃશ્ય જાણે ધરતી પરના સ્વર્ગનો અહેસાસ કરાવે છે.

નખી લેકમાં બોટિંગનું ખાસ આકર્ષણ

માઉન્ટ આબુ (Mount Abu Monsoon)નું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ નખી લેક હાલ પ્રવાસીઓથી ખચાખચ ભરાયેલું છે. હળવા વરસાદી માહોલમાં બોટિંગનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. વરસાદના છાંટા વચ્ચે પરિવાર અને મિત્રો સાથે વિતાવેલી ક્ષણોને પ્રવાસીઓ કેમેરામાં કેદ કરી રહ્યા છે.

ગુજરાતીઓ માટે મનપસંદ ડેસ્ટિનેશન

અમદાવાદ, પાલનપુર, મહેસાણા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ (Mount Abu Monsoon)ની મુલાકાત લઈ રહ્યા છે. 18 કિલોમીટરના વળાંકવાળા ઘાટ માર્ગ, હરિયાળાં પહાડો અને કુદરતી ઝરણાં પ્રવાસને વધુ યાદગાર બનાવી રહ્યા છે.

પ્રવાસન સ્થળો પર ભારે ભીડ

સનસેટ પોઈન્ટ, ગુરુ શિખર, નખી લેક સહિતના મુખ્ય પ્રવાસન સ્થળોએ દિવસભર સહેલાણીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. હોટલો અને રિસોર્ટમાં પણ સારી બુકિંગ જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુમાં કુદરતનો નજારો માણવા માટે માઉન્ટ આબુ ફરી એકવાર પ્રવાસીઓનું પ્રિય સ્થળ બન્યું છે.


આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની વિનાશક અસર, રાજ્યમાં મૃત્યુઆંક 56 પર પહોંચ્યો

આ પણ વાંચો:12 કલાકથી અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ,સાંતલપુરમાં 8 લોકોનું રેસ્ક્યૂ

આ પણ વાંચો:30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ; 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ