Lifestyle News/ આવા દાંત ધરાવતા લોકો હોય છે અત્યંત ભાગ્યશાળી, દાંતોની રચના પરથી જાણો પોતાના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે

દાંતોની બનાવટ તમારા નસીબ અને સ્વભાવના કેટલાય રહસ્યોને છતાં કરે છે. સામુદ્રિક શાસ્ત્ર મુજબ, દાંતોની રચનાથી કોઈ પણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે કયા રહસ્યોદ્ઘાટન થઈ શકે છે, આવો જાણીએ-

Trending Lifestyle

 Lifestyle News: દરેક વ્યક્તિના દાંતોની બનાવટ અલગ હોય છે. કોઇના દાંત બિલકુલ સીધા હોય છે તો, કોઈના સહેજ વાંકા-ચૂકા! વળી, અમુક લોકોના દાંતની વચ્ચે જગ્યા કે ગૅપ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર મુજબ, દાંતની આ વિભિન્ન બનાવટોને વ્યક્તિના સ્વભાવ, નસીબ અને ભવિષ્ય સાથે જોડવામાં આવે છે. દરેક વ્યક્તિના દાંતોની રચના અલગ-અલગ હોય છે, જેના વિશે હસ્તરેખા વિજ્ઞાન અને સામુદ્રિક શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, દાંતની કેટલીક વિશેષ રચના વ્યક્તિને અત્યંત ભાગ્યશાળી બનાવે છે. આવા લોકો એમના જીવનમાં ધન, વૈભવ અને સામાજિક સન્માનની પરાકાષ્ઠાએ પહોંચે છે. તો ચાલો જાણીશું, એવા દાંતની બનાવટ વિશે કે જેમને ભાગ્યશાળી માનવામાં આવે છે.

આવા દાંત ધરાવતા લોકો અત્યંત ભાગ્યશાળી

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જેમના દાંતોની વચ્ચે ગૅપ હોય છે એ લોકો ઘણા જ નસીબદાર ગણાય છે. મોટાભાગે, આવા વ્યક્તિઓ જીવનમાં સફળ થાય છે. એમના નિર્ણયો લગભગ સાચા પડે છે અને જીવનના દરેક તબક્કે નસીબ એમનો સાથ આપે છે. એમની આર્થિક સ્થિતિ પણ સારી હોય છે, પરંતુ આવા લોકો ઉડાઉ સ્વભાવના હોય છે. એમના હાથમાં પૈસો તો અવશ્ય આવે છે, પણ લાંબા સમય સુધી ટકતો નથી. આવા લોકો ખૂબ જ ચતુર હોવા ઉપરાંત, સામાજિક રુપે પણ ઘણા સક્રિય હોય છે. એમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે અને તેઓ બહુ જલદી લોકલાડીલા પણ બની જાય છે.

દાંતોની સીધી બનાવટ

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે, જો દાંતોની બનાવટ સીધી હોય તો વ્યક્તિ ધનવાન હોય છે. આવા લોકોનો સ્વભાવ અત્યંત વિનમ્ર, સૌમ્ય અને સંતુલિત હોય છે. એ કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ ગુમાવતા નથી અને દરેક કાર્યને સુવ્યવસ્થિત રીતે કરવામાં વિશ્વાસ ધરાવે છે. સીધા દાંત ધરાવતી વ્યક્તિ મહદ્અંશે ખૂબ પ્રતિભાવાન હોય છે. વ્યવસાયના ક્ષેત્રમાં આ લોકોને વિશેષ રુચિ હોય છે. આવા લોકો નોકરી કરવા કરતા ધંધો કરવાનું વધારે પસંદ કરે છે. પોતાના વ્યવસાયમાં નવીન વિચારો અને રણનીતિઓનો પ્રયોગ કરીને આવા લોકો આગળ નીકળી જાય છે. એવું પણ કહેવાય છે કે સીધા દાંતવાળી વ્યક્તિઓ પોતાના પ્રયાસોથી સ્વયં પોતાનું ભાગ્ય લખે છે અને અન્ય વ્યક્તિઓ માટે મિસાલ બની જાય છે.

આવા દાંત વાળા લોકો અત્યંત ભાવુક

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે વ્યક્તિના દાંત ચમકદાર અને વધુપડતા સફેદ હોય છે, તે અત્યંત સંવેદનશીલ હોય છે. આવા લોકોને નાના-નાની વાતોથી દિલમાં લાગી આવે છે અને કોઈ પણ વિષય પર કલાકો સુધી વિચાર્યા કરે છે. એમનો સ્વભાવ સરળ અને ભરોસો કરવા લાયક હોય છે, જેથી મોટાભાગે એ લોકોની વાતોમાં આવી જાય છે. આથી જ ઘણી વાર એમને જીવનમાં દગો પણ મળે છે.

વાંકા-ચૂકા દાંત વાળા લોકો

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે, જે લોકોના દાંત હળવા પીળાશપડતા અથવા કાળા હોય છે, એ અત્યંત ચતુર અને વ્યવહાર કુશળ હોય છે. આવા લોકો પોતાની વાતોથી અન્યોને પ્રભાવિત કરવાની કળામાં પાવરધા હોય છે અને ચતુરાઇપૂર્વક પોતાનું કામ કઢાવી લે છે. વળી, જે લોકોના દાંત વાંકા-ચૂકા હોય છે, એમને મોટાભાગે લોભી-લાલચુ અને સ્વાર્થી સ્વભાવના ગણવામાં આવે છે, આવા લોકો પોતાના ફાયદા માટે ગમે તેટલી હદ પણ વટાવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: