Rajkot News/ રાજકોટના જસદણમાં DAP ખાતરની અછત સર્જાઈ

રાજકોટના જસદણમાં DAP ખાતરની અછત સર્જાઈ છે. જસદણમાં છેલ્લા બે મહિનાથી ખાતર મળી રહ્યું નથી. શિયાળુ પિયત કરવા માટે ડીએપી ખાતર જરૂરી છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટના જસદણમાં DAP ખાતરની અછત સર્જાઈ છે. જસદણમાં છેલ્લા બે મહિનાથી ખાતર મળી રહ્યું નથી. શિયાળુ પિયત કરવા માટે ડીએપી ખાતર જરૂરી છે. પિયત કરવા માટે DAP ખાતર ન મળતા મુશ્કેલી સર્જાઈ છે. એક દિવસમાં બે હજાર થેલી ખાતરની જરૂરિયાત છે. ખેડૂતો બે મહિનાથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે, એમ જસદણના મંડળી પ્રમુખ અરવિંદભાઈ તોગડિયાએ જણાવ્યું હતું.

હાલમાં ડાંગર સહિત વિવિધ કૃષિ પાકોમાં યુરિયા ખાતરની ખેડૂતોને ખૂબ જરૂર પડી રહી છે. તો ચાલુ વર્ષે રાજ્યભરમાં હજારો હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવાની તૈયારી ખેડૂતો રહ્યા છે. રવિ પાકમાં ઘઉં, ચણા, ધાણા, બાજરી, તુવેર સહિત પશુઓના ઘાસચારાનો સમાવેશ થતો હોય છે. આ પાકનું ઉત્પાદન કરવા માટે સૌથી વધુ યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે. પરંતુ યુરિયા ખાતરનો જથ્થો ઓછો આવતા ખેડૂતોએ કલાકો સુધી ખાતર ડેપો ઉપર લાઈનોમાં ઊભું રહેવું પડે છે. જેથી ભારતીય કિસાન સંઘ તેમજ ધારાસભ્ય દ્વારા ખાતરની ઘટ પૂર્ણ કરવા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી અને પૂરતો ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ભારતીય કિસાન સંઘ અને ધારાસભ્ય દ્વારા ખાતરની ઘટને પૂર્ણ કરવાની કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવતા સંયુક્ત કૃષિ નિયામકનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ રાજ્યમાં ખાતરની અછત શા માટે સર્જાઈ તેની પાછળનું સચોટ કારણ જણાવ્યું છે.

સંયુક્ત કૃષિ નિયામક બી.જે પટેલે જણાવ્યું છે કે, ‘‘ઈન્ટરનેશનલ લેવલે ઉભા થયેલા પ્રશ્નોના કારણે ખાતર મધદરિયે અટવાયું છે. ખાતર લઈને આવતા જહાજો મોડા પડી રહ્યા છે. રવિ સિઝન માટે 21 લાખ 14 હજાર મેટ્રિક ટન ખાતર કેન્દ્ર સરકારે ફાળવ્યું છે. અમુક વિસ્તાર કે અંતરિયાળ વિસ્તારમાં ખાતર પહોચ્યું નહીં હોય જે ટ્રાન્સપોર્ટના કારણે ખાતર સમયસર પહોચ્યું નહીં હોય. અમે કંપનીને અંતરિયાળ જિલ્લા માટે સમયસર ખાતર પહોચાડવાની ખાસ સૂચના આપી છે.’’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર

આ પણ વાંચો: દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ

આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત’