Surat News/ સુરતની લોકગાયિકા રિદ્ધિ રાજપરાના પ્રેમલગ્નથી વિવાદ, પાટીદાર સમાજમાં રોષ અને બહિષ્કારની માંગ

સુરતની લોકગાયિકા રિદ્ધિ રાજપરા (Riddhi Rajpara Love Marriage)એ મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પાટીદાર સમાજમાં ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો છે. કેટલાક સામાજિક આગેવાનોએ કાર્યક્રમોમાં બહિષ્કારની માંગ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News
લોકગાયિકા Riddhi Rajpara Love Marriage મુદ્દે સમાજમાં ઉઠ્યો વિરોધ

Surat News: સુરતની જાણીતી યુવા લોકગાયિકા રિદ્ધિ રાજપરા (Riddhi Rajpara Love Marriage)ના પ્રેમલગ્નને લઈને પાટીદાર સમાજમાં ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં આંતરજ્ઞાતીય લગ્નના કેટલાક કિસ્સાઓ ચર્ચામાં આવ્યા બાદ હવે રિદ્ધિ રાજપરા (Riddhi Rajpara Love Marriage)  અને મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલા (Jayesh Vaghela) ના લગ્ન મુદ્દે સોશિયલ મીડિયા તેમજ સમાજના વિવિધ વર્ગોમાં ચર્ચા શરૂ થઈ છે.

મળતી માહિતી મુજબ, રિદ્ધિ રાજપરા (Riddhi Rajpara Love Marriage) અને જયેશ વાઘેલા (Jayesh Vaghela) ગત મે મહિનામાં ઘરેથી નીકળી ગયા હતા અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સોશિયલ મીડિયા પર રિદ્ધિએ પોતાના એકાઉન્ટમાં નામમાં ફેરફાર કર્યો હોવાનું પણ ચર્ચામાં છે.

Riddhi Rajpara Love Marriage: સમાજમાં બહિષ્કારની માંગ

આ સમગ્ર ઘટનાને લઈને કેટલાક સામાજિક આગેવાનોએ જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો છે. સમાજના કેટલાક પ્રતિનિધિઓએ પાટીદાર સમાજના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બંને કલાકારોને આમંત્રિત ન કરવાની અપીલ કરી છે. બીજી તરફ કેટલાક લોકો વ્યક્તિગત પસંદગી અને પુખ્ત વયના લોકોના નિર્ણયને માન આપવાની વાત પણ કરી રહ્યા છે.

સામાજિક આગેવાનોના જણાવ્યા મુજબ, પરિવાર અને સમાજ સ્તરે બંનેને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે બંને પોતાના નિર્ણય પર અડગ રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. પરિવારજનો આ ઘટનાથી વ્યથિત હોવાનું પણ સામે આવ્યું છે.

રિદ્ધિ રાજપરા (Riddhi Rajpara Love Marriage)  છેલ્લા ઘણા વર્ષોથી લોકસંગીત ક્ષેત્રે સક્રિય છે અને ખાસ કરીને સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમના પરિવારે પણ સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપ્યું હોવાનું જાણવામાં આવે છે.

આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો સમાજના મૂલ્યો અને પરંપરાની વાત કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો વ્યક્તિગત સ્વતંત્રતા અને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર મહત્વનો ગણાવી રહ્યા છે.

હાલ સમગ્ર મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે અને આગામી દિવસોમાં સમાજ તેમજ પરિવાર તરફથી શું વલણ અપનાવવામાં આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:લોકપ્રિય સિંગર કિંજલ દવે હવે જ્ઞાતિ બહાર, પ્રેમલગ્ન સામે વિરોધનો સૂર

આ પણ વાંચો:પ્રેમલગ્ન કરનાર Aarati Sangani સમાજ સામે વીફરી, સમાજનો પણ વળતો પ્રહાર

આ પણ વાંચો:ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો, પરિવાર, સમાજનો વિરોધ, માતાના આક્ષેપો