Rajkot News: રાજકોટ TRP અગ્નિકાંડને લઈને એક પછી એક સતત મોટા ખુલાસા થઇ રહ્યાં છે. જેમાં 2016માં વીજ કનેક્શન અંગે ખુલાસો થયો છે. અત્યાર સુધી સ્થિતિ એવી છે કે રાજકોટ મનપાએ ટીઆરપી ગેમઝોનને કોઈ પણ પ્રકારની મંજૂરી આપી નથી. આ ગેમિંગ ઝોન મનપાની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર 4 વર્ષથી ધમધમતો હતો. આશ્ચર્યની વાત છે કે રાજકોટ મનપાની મંજૂરી વગર ટીઆરપી ગેમઝોનને વીજ કનેક્શન મળ્યું હતું. હવે આ વીજ જોડાણ રાજકોટ મનપાની મંજૂરી ન હોવા છતાં કઈ ઓથોરિટી લેટરના આધારે મંજૂરી આપી હતી તે તપાસનો વિષય છે. આના સંદર્ભમાં PGVCLના અધિકારીઓની પૂછપરછ શરૂ કરાઈ છે, તેમાં ડેપ્યુટી ઈજનેરની પૂછપરછમાં ઘણાં ઘટસ્ફોટ થયા છે.
પૂછપરછમાં જાણવા મળ્યું કે, TRP ગેમઝોનની જગ્યાના માલિક અશોક જાડેજા નામે વીજ કનેક્શન છે. PGVCL દ્વારા 100 કિલો વોટ વીજળીનું કનેક્શન અપાયું હતું. દર મહિને રૂપિયા 80 હજારથી 1 લાખ સુધીનું બિલ આવતું હતું. મહત્વનો ખુલાસો એ થયો હતો કે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેમ ઝોનની પરમિશન આપવામાં આવી હતી તેમ હાલ ચર્ચાઈ રહ્યું છે. ગેમઝોનમાં આગ લાગી ત્યારે નાનામૌવા ફીડર બંધ કરાયું હતું.
રાજકોટના TRP ગેમઝોનનો ગ્રાહક નંબર – 88610245373 હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે જાન્યુઆરી, 2024માં TRP ગેમઝોનનું લાઈટ બિલ રૂપિયા 78,848 હતું. ફેબ્રુઆરી, 2024 TRP ગેમઝોનનું લાઈટ બિલ રૂપિયા 1.28 લાખથી વધુનું હતું. માર્ચ, 2024માં TRP ગેમઝોનનું લાઈટ બિલ રૂપિયા 54,228 હતું. એપ્રિલ, 2024 TRP ગેમઝોનનું લાઈટ બિલ રૂપિયા 1.20 લાખથી વધુનું હતું.
જ્યારે રાજકોટ મનપાનાં ફાયર વિભાગના અધિકારીઓની પૂછપરછ કરાઈ તો કહ્યું કે, અમારી પાસે આવી કોઈ મંજૂરી માટે અરજી આવી નહોતી. જોકે, રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતેથી જે મંજૂરી આપવામાં આવી હતી તેની અન્ય નકલો ચીફ ફાયર ઓફિસર, શહેર માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર અને સંયુક્ત રાજ્ય વેરા કમિશનર જીએસટી વિભાગને પણ મોકલવામાં આવી હોઈ શકે છે તેવા અહેવાલ છે.
આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું
આ પણ વાંચો: ટીઆરપી ગેમિંગ ઝોનમાં સપ્ટેમ્બર 2023માં આગ લાગી હતી
આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા
