Not Set/ સુરત મનપા સેક્રેટરી બ્રાન્ચમાં કોરોનાનો પ્રવેશ, આ તરીખ સુધી ઓફિસો બંધ રહેશે

સુરતમાં કોરોનાનો કહેર વધતો જોવામાં આવી રહ્યો છે. જી હા, સુરત મનપાની સેક્રેટરી બ્રાન્ચમાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. સેક્રેટરી બ્રાન્ચમાં કામ કરતા 3 કર્મીઓને કોરોના પોઝિટિવ અવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. સાથે સાથે મનપાનાં અન્ય કર્મચારીઓમાં પણ આંશિક લક્ષણો દેખાયા હોવાથી તંત્રમાં ચિંતા જોવામાં આવી રહી છે.  મેયર ઓફિસ, ડે. મેયર ઓફિસની કામગીરી બંધ કરવામાં આવી છે. શાસક-વિપક્ષ નેતા […]

Gujarat Surat

સુરતમાં કોરોનાનો કહેર વધતો જોવામાં આવી રહ્યો છે. જી હા, સુરત મનપાની સેક્રેટરી બ્રાન્ચમાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. સેક્રેટરી બ્રાન્ચમાં કામ કરતા 3 કર્મીઓને કોરોના પોઝિટિવ અવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. સાથે સાથે મનપાનાં અન્ય કર્મચારીઓમાં પણ આંશિક લક્ષણો દેખાયા હોવાથી તંત્રમાં ચિંતા જોવામાં આવી રહી છે. 

મેયર ઓફિસ, ડે. મેયર ઓફિસની કામગીરી બંધ કરવામાં આવી છે. શાસક-વિપક્ષ નેતા ઓફિસની કામગીરી પણ બંધ કરાઇ છે. સાથે જ સ્થાયી સમિતિ અધ્યક્ષની ઓફિસ તેમજ તમામ સમિતિ ચેરમેનની ઓફિસની કામગીરી બંધ હાલ સ્થગીત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કહેરને કારણે આગામી 15મી જુલાઇ સુધી આ તમામ ઓફિસોની કામગીરી બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews