Not Set/ નવસારી કલેક્ટરે પણ કર્યું આંશીક લોકડાઉન લાગું, જાણીલો આવો હશે ખોલ-બંધનો ટાઇમ..

દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો આંકડો 40000 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યનાં અનેક શહેરો અને વિસ્તારોમાં ઘીમેકથી આંશીક લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નવસારીમાં પણ કોરોનાના કેસો વધતા અધિક કલેકટરે દ્વારા આંશીક લોકડાઉન લાગુ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  નવસારી કલેક્ટરનાં આદેશ અનુસાર હવેથી શહેરમાં સવારે 6 થી બપોરે […]

Gujarat Others

દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો આંકડો 40000 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યનાં અનેક શહેરો અને વિસ્તારોમાં ઘીમેકથી આંશીક લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નવસારીમાં પણ કોરોનાના કેસો વધતા અધિક કલેકટરે દ્વારા આંશીક લોકડાઉન લાગુ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

નવસારી કલેક્ટરનાં આદેશ અનુસાર હવેથી શહેરમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જાહેરનામુ અમલમાં આવી ચૂક્યું છે અને દુકાનો ખુલ્લી રાખવાના સમયમાં ફેરફાર લાગુ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાંં શહેરના કોરોનાનાં સંદર્ભને જોઇને આ આદેશમાં ફેરફાર કરવામાં આવશે, ત્યાં સુઘી દરરોજ સવારે 6થી બપોરે 2 વાગ્યી સુઘી જ દુકાને ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી છે, જો કે ડેરી અને મેડિકલ સ્ટોર્સ પૂર્વે જે સમયમાં ખુલ્લા રખાતા હતા તે પ્રમાણે જ ખુલ્લા રાખી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews