એક તરફ દેશભરમાં માસુમોનાં જીવ જઇ રહ્યા છે અને હોસ્પિટલોની લાલીયાવાડી સામે આવી રહી છે, બરોબર ત્યારે જ રાજકોટનાં લોકોનાં સ્વસ્થ્ય સાથે પણ ગંભીર ચેડા થઇ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જી હા રાજકોટમાં ફરી એકવાર બોગસ ડોક્ટર દ્વારા લોકોનો ઇલાજ કરીને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો ભાંડાફોડ થયો છે.
રાજકોટમાંથી ફરી એકવાર બોગસ ડોક્ટર ઝડપાયો છે. રાજકોટનાં બેડલા ગામમાંથી SOG દ્વારા આ ડોક્ટરને ઝડપી પાડયો છે. કિરીટ સતાણી નામનો વ્યક્તિ ડોક્ટર (નકલી) બની ગામ અને આસપાસનાં વિસ્તારનાં લોકોનાં સ્વાસ્થય સાથે ચેડા કરતો ઝડપાયો છે.
આશ્ચર્યની વાત તો તે છે કે આ ડોક્ટરે(નકલી) તો ફક્ત ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કરેલો છે. આમ ધોરણ 12 સુધી ભણેલો ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો, જો કે SOG દ્વારા આ ડોક્ટરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ઘરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
