- રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત
- ગાત્રો થીજવતી ઠંડીથી મળશે આંશિક રાહત
- હવામાન વિભાગે કરી આગાહી
- 1 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં થશે વધારો
- કચ્છમાં કોલ્ડવેવની અસર નહીં જોવા મળે
- રાજયમાં કોલ્ડવેવની કોઈ આગાહી નહીં
- કેટલાક વિસ્તારમાં પવનને લીધે રહેશે રહેશે ઠંડી
રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિન પ્રતિ દિન ઠંડીમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે લોકો હવે દિવસે પણ ગરમ કપડા પહેરીને નિકળવા લાગ્યા છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આ ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને 1 દિવસ બાદ આંશિક રાહત મળશે.

આ પણ વાંચો – સિંગાપુર / ભારતીય નાગરિકને છ મહિનાની જેલ, બાંગ્લાદેશી કામદાર સામે આતંકવાદ સંબંધિત 15 આરોપ
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે રાજ્યનાં પાટનગર અને અમદાવાદમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ પાટનગર ગાંધીનગરમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. અહી ઠંડીનો પારો ગગડ્યા બાદ લોકોએ બરફીલાં પ્રદેશની અનુભૂતિ કરી છે. ગ્રીન સિટી કહેવાતુ ગાંધીનગરમાં વહેલી સવારે ઝાંકળ પડતા Visibility પણ ઓછી થઇ ગઇ હતી. ખાસ કરીને ગાંધીનગર-અમદાવાદ હાઇ વે પર આવો નજારો જોવા મળ્યો હતો. વળી રાજ્યનાં કચ્છ જિલ્લામાં પણ કોલ્ડવેવની અસર જોવા મળી હતી. જો કે હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની કોઇ આગાહી કરવામા આવી નથી. રાજ્યમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારમાં પવનનાં કારણે ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ 1 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે.

આ પણ વાંચો – કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે / અલ્હાબાદ હાઇકોર્ટે PM મોદી અને ચૂંટણી કમિશનરને ચૂંટણી મોકૂફ રાખવા કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુ હવે શરૂ થઈ ગઈ છે. 24થી 26 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગરમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાનની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત 9 શહેરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતાં સૌથી વધુ ઠંડી પડી રહી છે.
