કેન્દ્રની મોદી સરકાર દ્રારા જ્યારથી નાગરિકત્વ (સુધારા) અધિનિયમ એટલે કે CAA સંસદમાંથી પાસ કરી કાયદેનું રુપ આપવામાં આવ્યું છે, ત્યારેથી CAA સામે દેશભરમાં અનેક રાજ્યો અને અનેક સ્થળો પર દેખાવો કરવામાં આવી રહ્યા છે. CAA સામે કરવામાં આવી રહેલા દેખાવો શરુઆતી સમયમાં દેશનાં લગભગ વિપક્ષો દ્વારા મોલિક તર્ક સાથે શરુ થયા હતા. CAAનાં વિરોધમાં અનેક વિપક્ષો, વકિલો, સમાજ સેવકો અને ચિંતકો દ્વારા દેશનાં જુદા જુદા રાજ્યાનાં જુદા જુદા પ્રદેશોમાંથી કાયદા વિરુદ્ધ જે તે રાજ્યોની હાઇકોર્ટમાં યાચીકાઓ દાખલ કરવામાં આવી હતી.
સાથે સાથે અનેક સંગઠનો અને પક્ષો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત – સુપ્રીમ કોર્ટમાં પણ CAAને પડકારતી યાચીકા અને કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે શુક્રવારે મહત્વનો આદેશ (ચૂકાદે) સંભળાવવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે અનેક ઉચ્ચ અદાલતો(હાઇકોર્ટ)ને SC સમક્ષ પેન્ડિંગ, નાગરિકત્વ (સુધારા) અધિનિયમ- CAAને પડકારતી વિવિધ અરજીઓને સ્થાનાંતરિત કરવાની માંગણી કરતી સરકારની અરજી પર નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું કે, તે 22 જાન્યુઆરીએ સેન્ટ્રલની ટ્રાન્સફર અરજી સાથે CAA સંબંધિત તમામ અરજીઓની સુનાવણી કરશે.
Supreme Court issues notice on government’s plea seeking to transfer various petitions challenging Citizenship (Amendment) Act, pending before several High Courts to SC. Court said it will hear all petitions related to CAA, along with Centre’s transfer petition, on January 22. pic.twitter.com/qBsaYPQAB4
— ANI (@ANI) January 10, 2020
ઉલ્લેખનીય છે કે, જ્યારે 130 કરોડ કરતા પણ વધારે આબાદીવાળા ભારત દેશમાં અનેક કેસ કોર્ટમાં આવવાની રાહમાં લાંબી અને વર્ષો સુધી ખતમ ન થાય તેટલી લાંબી લાઇનોમાં પોતાનાં નંબર આવવાની રાહમાં છે ત્યારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય અનેક રીતે મહત્વ પૂર્ણ છે, CAA મામલામાં અરજદારો અલગ અગલ છે પરંતુુ વિરોધ પક્ષમાં કેન્દ્ર સરકાર જ હોય, કેન્દ્ર સરકારને પણ આ નિર્ણયનાં કારણે અનેક રીતે વહિવટી અનુકુળતા રહેશે તેમજ કાયદા મામલે કોઇ નિર્ણય પર આવવા મામલે પણ સુપ્રીમનાં આ આદેશને કારણે સમય બચી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
