Politics/ વેક્સિનને લઇને થઇ રહેલા રાજકારણ વચ્ચે સોનિયા ગાંધીએ બીજો ડોઝ કર્યો પૂર્ણ, જાણો રાહુલ ક્યારે લેશે રસી?

ભારતમાં કોરોના મહામારી દરમ્યાન રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયુ છે. કોરોનાનું સ્વરૂપમાં બદલાવની સાથે રાજકારણનાં વિવિધ રંગો જોવા મળ્યા.

Top Stories India

ભારતમાં કોરોના મહામારી દરમ્યાન રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયુ છે. કોરોનાનું સ્વરૂપમાં બદલાવની સાથે રાજકારણનાં વિવિધ રંગો જોવા મળ્યા. આ દરમ્યાન, ભારતમાં બનાવવામાં આવતી વેક્સિનને લગતા રાજકારણે સૌથી વધુ જોર પકડ્યુ હતુ. રસીનાં મુદ્દે દેશમાં શરૂઆતથી રાજકીય હંગામો થયો છે.

મોટો ફટકો / રોનાલ્ડો બોલ્યો માત્ર બે શબ્દો અને Coca-Cola ને થયુ 29,000 કરોડનું નુકસાન

ખાસ કરીને આ મુદ્દે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ અવાજ મોખરે રહી છે. જો કે, જ્યારે આ રસી દેશભરમાં લગાવવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીનાં નેતા રાહુલ ગાંધીએ રસી લેવી કે નહીં તે અંગે સવાલો ઉભા થયા હતા, જેને લઈને ભાજપને પણ બદલો લેવાની તક મળી રહી છે. પરંતુ હવે સોનિયા ગાંધીએ કોરોનાની વેક્સિન લીધી છે અને રાહુલ ગાંધી ડોઝની રાહ જોઈ રહ્યા છે. ભાજપનાં આક્ષેપો બાદ કોંગ્રેસે આ અંગે જણાવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, કોંગ્રેસ તરફથી બુધવારે એવું કહેવામાં આવ્યું હતું કે, સોનિયા ગાંધીએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લીધા છે અને રાહુલ ગાંધી હજી ડોઝની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ મે મહિનામાં કોવિડથી સંક્રમિત હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાએ કહ્યું કે, સોનિયા ગાંધીએ વેક્સિનનાં બંને ડોઝ લીધા છે. તેમને ઘણા મહિના પહેલા કોવિશિલ્ડની વેક્સિન મળી હતી. વરિષ્ઠ નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી 16 મે નાં રોજ વેક્સિન લેવાના હતા, પરંતુ તેના એક દિવસ પહેલા તેમને કોરોના થઇ ગયો હતો. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધી જરૂરી સમય પૂર્ણ થયા બાદ આ રસી લેશે.

હયુમન ટ્રાફિકિંગ / રાજકોટમાં હોટલ પાર્કઈનમાં અન્ય રાજ્યની સગીરાને વેચવાના કૌભાંડની ચર્ચા,પોલીસનો દરોડો,ત્રણની અટકાયત

નોંધનીય છે કે, મોદી સરકાર અને વિપક્ષ રસીકરણને લઈને એકબીજાને નિશાન બનાવવામાં કોઇ કસર બાકી રાખી રહ્યા નથી. કોંગ્રેસ અત્યાર સુધી વેક્સિન અંગે સવાલો ઉભા કરી રહી છે. કોંગ્રેસ કોરોના વેક્સિનનાં મુદ્દે સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. જો કે, વળતો પ્રહાર કરતી વખતે ભાજપ સતત પૂછતું પણ રહ્યું છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતનાં કોંગ્રેસનાં ટોચનાં નેતાઓએ આ વેક્સિન લીધી છે કે કેમ. ભાજપે બંને કોંગ્રેસ નેતાઓને રસીકરણની વિગતો જાહેર કરવા જણાવ્યું હતું. કોંગ્રેસે બુધવારે ભાજપનાં આ હુમલાનાં જવાબમાં આ ટિપ્પણી કરી હતી.