સુરત,
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં અકોટીથી માંગરોળીયા જતાં રોડ પર માંગરોળીયા ખાડીનું જળસ્તર વધતાં અકોટી નજીક પુલ પરથી પાણી ફરી વળ્યા હતા. પુલ પર પાણી આવી જતાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
સતત ત્રણ દિવસથી સુરત જિલ્લામાં મેઘરાજાની હેલી યથાવત રહી હતી. ત્યારે બે દિવસથી જિલ્લાના બારડોલી તાલુકા પ્રભાવિત થયું હતું. તાલુકામાં વરસાદી પાણીની વાત કરીએ તો બે દિવસથી અકોટી -માંગરોળીયા ગામને જોડતો કાળી ખાડીના પુલ પર પાણી ફરી વળ્યાં હતા. પુલ ઉપરથી ધસમસતું પાણી વહી જતા વાહન વ્યવહાર બે દિવસથી બંધ પડ્યો છે. જેથી વિસ્તારની અવર-જવર અટકી પડી હતી.
જયારે આ આપત્તિ સર્જાવાના કારણે સામે પાર મજૂરીએ ગયેલા કેટલાક લોકોને સ્થાનિક યુવકો એ ભારે જેહમત એ પુલ પાર કરાવી બહાર લાવવામાં આવ્યા હતા .
જ્યારે આ મુદ્દે અકોટી ગામના સ્થાનિક ઇમરાનભાઈએ જણાવ્યું હતું કે,
“આ આપત્તિના કારણે ટ્રાફિક સર્જાય જાય છે. એકબાજુ કોસંબાગ સુધી ટ્રાફિક પહોંચી જાય છે જયારે બીજી બાજુ ટોલ નાકા સુધી વાહનોની લાંબી લાઈન પહોંચી જાય છે. જેના કારણે તંત્રને વિનંતી છે કે આ મુદ્દે ધ્યાન દોરે અને સર્વિસ રોડ પર સમારકામ ચાલુ કરે અને મેઈન રોડનું કામ વધુ ગતિમાં કરવા પોતાની ઝડપ વધારે.”
અકોટી ગામ નજીક પુલને અડીને આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. અકોટી ગામના મુખ્ય માર્ગ બંધ થતા વાહન વ્યવહારને માઠી અસર થઇ રહી છે. જેના કારણે નજીકમાં આવેલ આશ્રમ શાળા પણ સંપર્ક વિહોણી બની હતી. ગામના પણ 25 જેટલા બાળકો આ જ આશ્રમ શાળામાં ભણવા જાય છે . માર્ગ બંધ થતા વિદ્યાર્થીઓ જઈ શક્યા ના હતા. ત્યારે હવે વહેલી તકે પુલ ઉપરથી પાણી ઉતરે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે.

જ્યારે આ મુદ્દે અકોટી ગામના સ્થાનિક ઇમરાનભાઈએ જણાવ્યું હતું કે,