Not Set/ પહેલીવાર માતા બની રહ્યાં છો,પેટમાં રહેલું બાળક કેવી હરકતો કરે છે, જાણી લો..

પહેલી વાર માં બનવું ખુદ પરિવાર માટે ખુબ ખુશીની પળ હોય છે. આ દુનિયામાં એક નવા જીવને લાવવો અને પોતાના ગર્ભમાં નાના જીવને પાળવાનો અહેસાસ શબ્દોમાં વર્ણવી ન શકાય. ઘણી મહિલાઓને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે તેનું બાળક ગર્ભમાં શું કરી રહ્યું છે. એટલા માટે અમે આવી માતાઓ માટે એક ખાસ જાણકારી લાવ્યા છીએ કે […]

Health & Fitness Lifestyle

પહેલી વાર માં બનવું ખુદ પરિવાર માટે ખુબ ખુશીની પળ હોય છે. આ દુનિયામાં એક નવા જીવને લાવવો અને પોતાના ગર્ભમાં નાના જીવને પાળવાનો અહેસાસ શબ્દોમાં વર્ણવી ન શકાય. ઘણી મહિલાઓને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે તેનું બાળક ગર્ભમાં શું કરી રહ્યું છે. એટલા માટે અમે આવી માતાઓ માટે એક ખાસ જાણકારી લાવ્યા છીએ કે આખરે માતાના ગર્ભમાં બાળક શું કરી રહ્યું હોય છે.

રિસર્ચની જાણકારી આધારે બાકળ માત્ર આંગળીઓ, પગ અને અંગોને ચલાવાનું શીખે છે સાથે જ તે સપનાઓ પણ જોવે છે અને આંગળાઇઓ પણ લે છે, અંગુઠો પણ ચુસે છે અને એવી અન્ય ઘણી એવી ચીજો કરતુ હોય છે જેને જાણીને તમેને નવાઈ લાગશે.

જો તમે અલ્ટ્રા સાઉન્ડ ના દરમિયાન નજીકથી જોશો તો તમે ગર્ભની અંદર તમે તામારા નાના બાળકને જોઈ શકો છો. ઘણી વાર બાળક લગાતાર ફરતું રહે છે અને પેટમાં લાત પણ મારતું હોય છે.

જો તમે પહેલી વાર માં બનવા જઈ રહી છો તો જાણીલો આ ખાસ બાબતો…

  1. ગર્ભમાં રડવું:

એ જાણીને તમારું દિલ તૂટી શકે છે પણ અલટ્રાંસાઉન્ડ દ્વારા એ વાત સામે આવી છે કે બાળક ગર્ભની અંદર રડતું પણ હોય છે.

  1. ગર્ભમાં બોન્ડિંગ:

જો તમે જુડવા બાળકોની માં બનવા જઈ રહી છો તો ગર્ભની અંદર બંને બાળકોની બોન્ડિંગ થઇ જશે. જો કે આ બોન્ડિંગ માતાની સાથે પણ હોય છે. ગર્ભાવસ્થાના છેલ્લા 10અઠવાડિયામાં બાળક પોતાની માં નો અવાજ પણ સાંભળી શકે છે.

  1. હિંચકીઓ લેવી:

ગર્ભાવસ્થાના પહેલા ચક્ર દરમિયાન શિશુ હિંચકીઓ લેવાનું પણ શરુ કરે છે. જો કે તમને તેનો અહેસાસ નહીં થાય પણ ગર્ભાવસ્થાના છેલ્લા પડાવ માં તમને એ વાતનો અહેસાસ પણ થવા લાગશે. જો તમે ધ્યાન આપશો તો તમને ઘણીવાર બાળક્ની આ હિંચકીઓનો અનુભવ જરૂર થાશે.

  1. ગર્ભમાં હસવું:

ગર્ભાવસ્થાના 26 માં અઠવાડિયામાં બાળક ઘણી ચીજો પર પોતાની પ્રતિક્રિયા આપવા લાગે છે. આ દરમિયાન બાળક હસે પણ છે.

  1. આંગડાઇ લેવી:

ગર્ભની અંદર બાળક આંગળાઇ પણ લેતું હોય છે. આવું એટલા માટે કેમ કે ગર્ભમાં બાળક સૌથી વધુ સુવે છે અને જ્યારે તે ગર્ભની અંદર ફરે છે તો થાકી જાય છે અને તે આંગળાઇ લેવા લાગે છે.

  1. ગર્ભમાં આંખો ખોલવી:

ગર્ભાવસ્થાના 28 માં અઠવાડીએ બાળક ગર્ભમાં આંખો પણ ખોલતો હોય છે. તે તેજ રોશની પર પ્રતિક્રિયા પણ આપવા લાગે છે. પણ તેમાં ચિંતા કરવાની કોઈ જ વાત નથી.

  1. ખોરાકનો સ્વાદ લેવો:

માં જે પણ ખાઈ છે તે બાળકને જાય છે અને એમિનેટેડ ફ્લુઇડ દ્વારા બાળક તેના ફ્લેવરનો સ્વાદ લે છે. કહેવામાં આવે છે કે 15 માં અઠવાડીએ ભ્રુણ ને મીઠો સ્વાદ પસંદ આવવા લાગે છે.