Food Recipe: ભારતીય ભોજનમાં પૂરીને પકવાનની શ્રેણીમાં રાખવામાં આવે છે. એક વખત શક્કરિયા ઉમેરીને આ પૂરીઓ (Sweet Potato Puri Recipe) અવશ્ય બનાવવી. આ પૂરીઓ એટલી સૉફ્ટ બને છે કે તમે ખાતા જ રહેશો…
વ્રત કે તહેવારો દરમિયાન કશુંક સ્પેશ્યલ ખાવાનું મન થાય તો બધાના ઘરે સૌને પૂરીઓ તરત જ યાદ આવે! ભારતીય ભોજન (Indian Food)માં પૂરીને પકવાનની શ્રેણીમાં રાખવામાં આવે છે. ખાવામાં પૂરીઓ જેટલી મુલાયમ હોય એટલી વધુ મજા આવે છે! જો કે ઘણા લોકોની પૂરીઓ સખત બની જતી હોય છે. તો અહિં તમને એવી ટિપ્સ દર્શાવવા જઈ રહ્યાં છીએ જેથી પૂરીઓ તદ્દન મુલાયમ બનશે. આ માટે નોર્મલ પૂરીના લોટમાં શક્કરિયા મિક્સ કરી દેવા. લોટમાં કંઇક મિક્સ કરવાથી એની સૉફટનેસ વધી જાય છે. એક વખત શક્કરિયા ઉમેરીને આ પૂરીઓ (Sweet Potato Puri) અવશ્ય બનાવવી. આ પૂરીઓ એટલી સૉફ્ટ બને છે કે તમે ખાતા જ રહેશો…
શી રીતે બનાવશો શક્કરિયાની પૂરીઓ? (Sweet Potato Puri Recipe)
શક્કરિયાની પૂરીઓ (Sweet Potato Puri Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
1 મોટો કપ ઘઉંનો લોટ
1 બાફેલું શક્કરિયું
સ્વાદાનુસાર મીઠું
ચપટી અજમો
1 ચમચી તેલ
જરુર મુજબ પાણી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 1 મોટો કપ ઘઉંનો લોટ (Wheat Flour) લેવો. એમાં રેષા વિનાનું એક શક્કરિયું (Sweet Potato) બાફીને કે ઉકાળીને છોલ્યા બાદ મૅશ કરીને ઉમેરી દેવું.
2. શક્કરિયાને સરસ રીતે મૅશ કરવા અથવા તો છીણીને મિક્સ કરવા, આમ કરવાથી એ લોટ સાથે સારી રીતે ભળી જાય છે.
3. આ મિશ્રણમાં થોડું મીઠું, અજમો અને 1 ચમચી તેલ ઉમેરો. આનાથી પૂરીઓ વધારે મુલાયમ બનશે. લોટ બાંધીને સેટ થવા માટે મૂકી રાખવો.
4. લોટ સેટ થાય પછી તેલ ગરમ કરીને નોર્મલ પૂરીની જેમ જ વણીને પૂરીઓને તળી લેવી. આ પૂરીઓ તદ્દન મુલાયમ બને છે.
પૂરી સોફ્ટ બને એ માટેની 3 ટિપ્સ
આ પૂરીઓમાં તમને શક્કરિયાનો સ્વાદ પસંદ ન હોય તો સોફ્ટનેસ માટે બાફેલું બટાટું (Boil Potato) પણ મિક્સ કરી શકો છો.
જો એ પણ મિક્સ ન કરવું હોય તો તમે દૂધ વડે લોટ બાંધી શકો છો અથવા તો દહીં (Milk or Curd) વડે પણ લોટ બાંધી શકો છો. આ ત્રણેયમાંથી કોઈ પણ વસ્તુ મિક્સ કરશો તો પણ પૂરીઓ એકદમ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.

ફૂલેલી પુરીઓ બનાવવા માટેની ટિપ્સ (Tips for Perfect Puri Recipe)
1. સૉફટ લોટ બાંધવો (Soft Dough)
પૂરીઓ નરમ બને એ માટે ધ્યાન રાખવું કે લોટ બહુ કડક અથવા બહુ ઢીલો ન બાંધવો. મુલાયમ પુરીઓ બનાવવા માટે લોટ બાંધતી વખતે એમાં 1 થી 2 ચમચી ઘી (Ghee) ઉમેરવું. ઘી ઉમેરવાથી પુરીઓ અંદરથી મુલાયમ અને સૉફ્ટ (Soft Puri) રહે છે.
2. લોટને સેટ થવા મૂકવો
લોટ બાંધ્યા પછી તરત જ પુરીઓ બનાવવાની જગ્યાએ લગભગ 15 થી 20 મિનિટ માટે એને ઢાંકીને રાખવો. આ દરમિયાન લોટ સેટ થઈ જાય છે અને પુરીઓ વણવાનું સરળ બની જાય છે. નિયત સમય બાદ ફરીથી એક વાર લોટને હળવા હાથેથી ગૂંદી લેવો. આનાથી લોટ મુલાયમ બનશે અને પુરીઓ સૉફ્ટ બનશે.
3. વણતી વખતે આ વાતનું ધ્યાન રાખવું
હવે લોટના લુવા બનાવીને એની પુરીઓ વણી લેવી. વણતી વખતે ધ્યાન રાખવું કે એમને ન તો વધુ પાતળી વણવાની છે કે ન તો વધુ જાડી! એકસરખી મધ્યમ જાડાઇની વણવાથી એ સરળતાથી ફૂલે છે.
5. તેલના તાપમાનનું ધ્યાન રાખવું (Oil Temperature)
પુરીઓ તળતી વખતે તેલ સારી રીતે ગરમ હોવું જોઇએ કારણ કે, ઠંડા તેલમાં નાખવાથી પુરી ફૂલશે નહિં અને તેલ પી લેશે જે ખાવામાં બિલકુલ સારી નહિં લાગે!
તો તૈયાર છે તમારી સૉફટ સરસ મજાની શક્કરિયાની પૂરીઓ (Sweet Potato Puri)…જેને તમે કલાકો સુધી રાખી મૂકશો તો પણ કડક નહિં થાય. બીજા દિવસે પણ ખાશો તો એ એટલી જ મુલાયમ રહેશે. બાળકોને તો આ પૂરીઓ ઘણી જ ભાવશે. તમે ક્યાંય યાત્રાએ જતા હો તો પણ તમે આ પૂરીઓને બનાવીને સાથે લઈ જઈ શકો છો. કોઈ પણ શાક સાથે અથવા અથાણા સાથે આ પૂરીઓની જ્યાફત ઉડાવી શકો છો. વિશેષ બાબત એ છે કે ઉપરની ટિપ્સથી બનાવેલી પૂરીઓનો સ્વાદ અનેકગણો વધી જાય છે.
આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!
આ પણ વાંચો: હલવો, ચણા, ખીર અને પુરી…કન્યા પૂજન માટે બનાવો પ્રસાદની થાળી…ભાવથી જમાડો..!
