Gandhinagar News/ PMJAY નવી SOP મુજબ સારવારમાં video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક ફરજીયાત, SAFU ટીમ કાર્યરત

રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત તા.0૪ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ ૭૨,૭૯,૭૯૭ ક્લેઇમ માટે રૂ.૧૫,૫૬૨.૧૧ કરોડની ચૂકવણી, રાજ્યમાં હોસ્પિટલોએ Video Recording, SAFU ટીમ તપાસ કરી શકશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Yogesh Work 22 PMJAY નવી SOP મુજબ સારવારમાં video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક ફરજીયાત, SAFU ટીમ કાર્યરત

Gandhinagar News :  ગુજરાત સરકારે PMJAY-મા હેઠળ એમપેન્લ્ડ હોસ્પિટલોમાં ગેરરીતિ રોકવા માટે નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ નવી SOPમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024ની જોગવાઈ અનુસાર વીડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ, દર્દીને ડિસ્ચાર્જ વખતે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવા અને હોસ્પિટલોએ ઇન્ફેક્શન કંટ્રોલ ગાઇડલાઇન્સનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે, દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર મળે અને યોજનામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય. આ માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે.

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024ની જોગવાઈ વીડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત

  1. એન્જીઓગ્રાફી
  2. એન્જીઓપ્લાસ્ટી
  3. કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી
  4. એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી)
  5. તમામ “Ectomy”અંતર્ગત સર્જરી(શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી)
  6. ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેસન /ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી
  7. સ્પાઇનલ સર્જરી/બ્રેઈન સર્જરી/કેન્સર સર્જરી જેવી સર્જરીઓ માટે વીડિયો કન્સેન્ટ(સંમતિ) આપવી ફરજિયાર રહેશે.

રાજ્યમાં PMJAY-મા યોજના હેઠળ અત્યાર સુધીમાં 72,79,797 ક્લેઇમ માટે 15,562.11 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત તા.૪/૧૨/૨૦૨૪ સુધી કુલ ૭૨,૭૯,૭૯૭ દાવાઓ માટે રૂ.૧૫૫૬૨.૧૧ કરોડ ની ચૂકવણી કરવામાં આવેલ છે. રાજ્યમાં  તા.11-7-2023  થી તા.10-7-2024 સુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત કુલ આવેલ પ્રિ-ઓથ અથવા ક્લેઇમમાંથી 24,701 એટલે કે રૂ. 41.18 કરોડના ક્લેઇમ રીજેક્ટ અને 1,16,266 કેસ એટલે કે રૂ. 121 કરોડની રકમના કેસ ડીડેક્ટ (ઓછી) કરવામાં આવી છે.

અત્રે મહત્વની બાબત એ પણ છે કે, PMJAY-મા યોજના હેઠળ દાખલ થતાં દર્દીઓને ૧૦૪ હેલ્પલાઇન દ્વારા કોલ કરીને સારવાર સંદર્ભે તેમના પ્રતિભાવ , ફિડબેક લેવામાં આવે છે. નવેમ્બર -૨૦૨૩ થી નવેમ્બર -૨૦૨૪ દરમિયાન કુલ ૪,૯૬,૧૮૪ દર્દીઓને ૧૦૪ તરફથી કોલ કરાયા. જેમાંથી ૯૯% લોકોના પ્રતિભાવ સકારાત્મક અને સારા રહ્યા. ફક્ત ૦.૩%  દર્દીઓ એટલે કે ૧૪૮૮ દર્દીઓના ખરાબ પ્રતિભાવ અને ૦.૬% જેટલા એટલે કે ૨૮૯૭ દર્દીઓના મોડરેટ એટલે કે ઠિક પ્રતિભાવ રહ્યાં.

વીડિયો કન્સેન્ટ: મુખ્ય સર્જરીઓ જેવી કે એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, એમ્પ્યુટેશન વગેરે માટે વીડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત.

ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ: દર્દીને ડિસ્ચાર્જ વખતે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવા.

ઇન્ફેક્શન કંટ્રોલ: હોસ્પિટલોએ ભારત સરકારની ઇન્ફેક્શન કંટ્રોલ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું.

SAFU ટીમ: ગેરરીતિ પકડવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) કાર્યરત.

ફિલ્ડ ઓડિટ: થર્ડપાર્ટી ઓડિટ દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન.

દર્દીઓનો પ્રતિભાવ: 104 હેલ્પલાઇન દ્વારા દર્દીઓનો પ્રતિભાવ લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના હેઠળ ગેરરીતિ પકડવા માટે રાજ્ય સરકારનું સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ(SAFU) કાર્યરત છે. રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને વધુ સુદ્વ્રઢ બનાવવામાં આવ્યું છે. થર્ડપાર્ટી ઓડિટના ભાગ રૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વ્રારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે 2 થી 3 ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે.

વીમા કપની દ્વ્રારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલ છે.  હોસ્પિટલ દ્વ્રારા સારવારના પેકેજીસનો સંભવિત દુરઉપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રીગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ  Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PMJAY પેનલમાં સામેલ કાર્ડિયોલોજી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા જાહેર

આ પણ વાંચો: શેલ્બી હોસ્પિટલ PMJAY વિવાદ: દર્દીના મૃત્યુને લઈને PMJAY યોજનામાં ગેરરીતિનો આરોપ

આ પણ વાંચો: 3000 નકલી PMJAY કાર્ડ, બિહારથી ગુજરાતમાં ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ