Ahmedabad News/ શેલ્બી હોસ્પિટલ PMJAY વિવાદ: દર્દીના મૃત્યુને લઈને PMJAY યોજનામાં ગેરરીતિનો આરોપ

Ahmedabad News : અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ હવે અન્ય ખાનગી હોસ્પિટલો Shalby માં PMJAY હેઠળ ગેરરીતિ સામે આવી રહી છે. જેમાં નરોડાની શેલ્બી હોસ્પિટલમાં એક ચોંકાવનારે કિસ્સો સામે આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ સારવાર લઈ રહેલા 62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને વિવાદ ઉભો થયો છે. પરિવારજનો ડૉક્ટરની બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે.

નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ સારવાર આપીને 62 વર્ષીય દર્દીનું 11 નવેમ્બર 2024ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીની તબિયત બગડતી ગઈ અને થોડા દિવસોમાં તેમનું મૃત્યુ થયું. અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક 62 વર્ષના વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધના લીવર અને કિડની ખરાબ થઈ ગયા અને મગજનો લકવો થઈ ગયો હતો. જે બાદ દર્દીનું મોત થયું હતું.

મૃતકના પરિવારજન કિરણભાઈ દેસાઈએ જણાવ્યું કે નરોડાની શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની ભૂલના કારણે દર્દીનું મૃત્યુ થયું. PMJAY યોજના હેઠળ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે, પરંતુ તકલીફ થાય છે એટલે ડોક્ટર છટકી જાય છે અને બીજી હોસ્પિટલમાં મોકલી આપે છે. પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલે PMJAY યોજના હેઠળ કિડનીનો ઈલાજ કરવાની ના પાડી દીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું.

આ મામલે સ્થાનિક નરોડા પોલીસમાં અરજી પણ કરી છે. પગની નસ દબાતી હોવાની તકલીફ હોવાથી ઓપરેશન કર્યું તેમ છતાં તેઓની વધુ તબીયત બગડી અને 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત થયું હતું. 30 દિવસ સુધી તેઓને સારવાર કરી પરંતુ મોટાભાગનો સમય તેઓ વેન્ટિલેટર પર જ રહ્યા છે ભાનમાં આવ્યા જ નથી. હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાના કારણે પરિવારજનોની માગ છે કે, તેમને ન્યાય મળે અથવા પરિવારને સહાય કરવામાં આવે.

જોકે હોસ્પિટલ તંત્ર દાવો કરે છે કે દર્દીની તબિયત ગંભીર હતી અને તેમણે શ્રેષ્ઠ સારવાર આપી હતી. હોસ્પિટલનું કહેવું છે કે દર્દીને કોઈ અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા ન હતા. આ મામલે પોલીસ આગળની યોગ્ય તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PMJAY કાર્ડનું કામ કરતી કંપનીનું માસ્ટર આઈડી ભાડેથી મેળવી શરૂ કર્યું કૌભાંડ : ક્લાયન્ટને બોગસ કાર્ડ આપવા ટેલિગ્રામ-વ્હોટ્સએપ ગ્રુપ બન્યાં

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમબ્રાંચે PMJAY દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો, માત્ર 5 મિનિટમાં બનાવતા હતા કાર્ડ – 6 આરોપીની ધરપકડ

આ પણ વાંચો: PMJAY પેનલમાં સામેલ કાર્ડિયોલોજી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા જાહેર