ભારતે દુબઇ સાથે કરાર પર સમજૂતી કરી છે તે અતર્ગત કાશ્મીરમાં ઔદ્યોગિક ઉદ્યાનો, ઇમારતો, મેડિકલ કોલેજો અને હોસ્પિટલો બનાવવામાં આવશે. કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આ પ્રથમ મોટું રોકાણ હશે.હાલમાં કાશ્મીરમાં એક પછી એક નાગરિકોને આતંકવાદીઓ મારી રહ્યા છે અને પરપ્રાંતિય મજૂરો વિસ્તાર છોડીને ભાગી રહ્યા છે, ત્યારે ભારત સરકારે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં માળખાગત બાંધકામ માટે દુબઈ સ્થિત કંપની સાથે એક કરાર કરવામાં આવ્યો છે. સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું કે દુબઈ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ માટે સંમતિ આપવામાં આવી છે.
સરકારે કરારની શરતો અને કેટલું રોકાણ કરવામાં આવશે તે અંગે વિસ્તૃત માહિતી આપી નથી. જો કે આ રોકાણ થશે તો તે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વિદેશી રોકાણ હશે. એક નિવેદનમાં સરકારે કહ્યું કે, આ કરાર હેઠળ ઔદ્યોગિક પાર્ક, આઇટી ટાવર, બહુમાળી ઇમારતો, મેડિકલ કોલેજ અને સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા પર સહમતિ બની છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એક નિવેદનમાં કહ્યું, “વિશ્વએ વિકાસની લહેરને ઓળખી છે જેના પર જમ્મુ -કાશ્મીર સવાર છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દુબઈની વિવિધ સંસ્થાઓએ કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે.ઉલ્લેખનીય છે કે હાલમાં સ્થિતિ સારી નથી આતંકવાદીઓ હાલ
