કાઠમાંડૂ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ દિવસની નેપાળ વિદેશ યાત્રાનો શનિવારે બીજો દિવસ છે. શનિવાર સવારે સૌપ્રથમ તેઓ મુક્તિનાથ મંદિર પહોંચ્યા હતા. મુક્તિનાથ મંદિરમાં પીએમ મોદીએ પુરા વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરી હતી અને ભગવાનની મૂર્તિ પર ફૂલ પણ ચઢાવ્યા હતા.
Prime Minister Narendra Modi visited Pashupatinath Temple in Kathmandu, signed the visitors book #Nepal pic.twitter.com/7hSEO2BDwE
— ANI (@ANI) May 12, 2018
ત્યારબાદ તેઓ કાઠમાંડૂ સ્તિથ સુપ્રસિદ્ધ પશુપતિનાથના ચરણોમાં પોતાનું શિશ ઝુકાવવા માટે મંદિરમાં પહોચી ચુક્યા છે. પશુપતિનાથ મંદિર ખાતે પૂજા-અર્ચના કર્યા બાદ તેઓએ વિઝીટર બુકમાં એક મેસેજ સંદેશ પણ લખ્યો હતો. આ સાથે જ તેઓ બીજીવાર પશુપતિનાથ મંદિર પહોંચ્યા છે.
Prime Minister Narendra Modi's message in the visitors book at Pashupatinath Temple in Kathmandu #Nepal pic.twitter.com/5islFX8D01
— ANI (@ANI) May 12, 2018
મુક્તિનાથ મંદિરમાં પીએમ મોદીએ બૌદ્ધોનો પારંપરિક લાલ કલરના કપડાં પહેર્યા હતા. તેઓએ હિંદુ અને બૌદ્ધના રીતિ-રિવાજો સાથે પૂજા અર્ચના કરી હતી.
#WATCH Prime Minister Narendra Modi plays a traditional drum in #Nepal's Muktinath. pic.twitter.com/UlKgIh6aTl
— ANI (@ANI) May 12, 2018
જો કે ત્યારબાદ તેઓએ મંદિરમાં પરિસરમાં પ્રતીક્ષા કરી રહેલા લોકોનું અભિનંદન કર્યું હતું અને વાતચીત પણ કરી હતી.
Prime Minister Narendra Modi offers prayers at #Nepal's Muktinath Temple. pic.twitter.com/Gba16qACyd
— ANI (@ANI) May 12, 2018
Prime Minister Narendra Modi meets people at #Nepal's Muktinath Temple. pic.twitter.com/daRlN3pKTE
— ANI (@ANI) May 12, 2018
મુક્તિનાથ મંદિરનો સંબંધ સૃષ્ટિના પ્રારંભકાળથી છે
મુક્તિનાથ ઘાટીમાં સ્થિત આ મંદિર હિંદુઓ અને બૌદ્ધ માટે પવિત્ર સ્થળ માનવામાં આવે છે. મુક્તિનાથ મંદિરમાં પહોચાનારા તેપીએમ મોદી વિશ્વના પ્રથમ નેતા છે.
પુરાણોમાં જણાવ્યા મુજબ, મુક્તિનાથ મંદિરનો સંબંધ સૃષ્ટિના પ્રારંભકાળથી માનવામાં આવે છે, જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા શાલિગ્રામના રૂપમાં થાય છે. મુક્તિનાથ મંદિર હિમાલયમાં ૩ હજાર ૭૦૦ મીટરથી પણ વધુ ઉંચાઈ પર મૌજુદ છે.
ભગવાન શિવનું પવિત્ર સ્થળ મનાવામાં આવે છે પશુપતિનાથ
નેપાળના કાઠમાંડુ સ્થિત પશુપતિનાથ મંદિર ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. હિંદુ ધર્મના ૮ સૌથી પવિત્ર સ્થળોમાનું એક કહેવામાં આવે છે. આ મદિરમાં કર્ણાટક રાજ્યના સૌથી વધુ પુજારીઓ આવતા હોય છે. ત્યારે હવે કર્ણાટકમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી પીએમ મોદી આ મંદિર ખુબ મહત્વની ગણવામાં આવે છે.
