નોઈડા,
નોઈડાના જગત ફાર્મ બજાર સ્થિત આભૂષણો (જવેલર્સ)ની એક દુકાનમાંથી હીરાની એક વીંટી ચોરી થવાના મામલામાં પોલીસે દિલ્હીના એક બુજુર્ગ વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, પકડાયેલો આરોપી કરોડપતિ છે અને ભૂતકાળમાં તે બિલ્ડર હતો. વર્તમાનમાં દિલ્હીના પોશ વિસ્તારમાં તેનો બંગલો છે. પોલીસે આરોપી શખ્સ પાસેથી હીરાની વીંટી કબજે કરી લીધી છે.
આ ઘટના કાસના કોતવાલી વિસ્તારમાં આવેલી જગત ફાર્મ બજારમાં દીપક મંડલની સ્વર્ણશ્રી નામની આભૂષણોની દુકાનમાં બની હતી.
ત્યારબાદ હીરાની વીંટીની ચોરીની ઘટના અંગે દુકાનના માલિક દીપક મંડલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, તા. એપ્રિલના રોજ સ્કૂટી લઈને આવેલા એક બુજુર્ગ વ્યક્તિ ચાંદીની પાયલ જોવા આવ્યા હતા. આ વ્યક્તિ પછી હીરાની વીંટી પણ જોવા લાગ્યા હતા. આ દરમિયાન દુકાનદારની નજર ચૂકવીને આ બુજુર્ગે હીરાની વીંટી ચોરી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ગઈ હતી.
આરોપીના ગયા પછી દુકાનદારણે વીંટી જોવા ના મળતા, તેમણે સીસીટીવી ફૂટેજને ચેક કર્યા હતા, જેમાં તેમને આ ચોરીની માહિતી મળી હતી. સીસીટીવી ફૂટેજ મુજબ આ આરોપી પોતાના ખિસામાં હીરાની વીંટીને નાખતો હોવાનું જોવા મળ્યું હતું.
પોલીસે સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે નિર્માણ વિહાર (દિલ્હી)ના નિવાસી એવા ગોપાલ બંસલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે તેને જેલ હવાલે મોકલી દીધો છે.
જો કે સૂત્રોનું કહેવું છે કે, મીડિયામાં આ મામલો બહાર આવ્યા પછી ગાજિયાબાદ નિવાસી કોઈ વ્યક્તિએ સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને આ આરોપીની અંગે જાણકારી માહિતી આપી હતી.
