- અમદાવાદમાં તલવારથી કેક કટીંગનો મામલો
- બાપુનગર પોલીસે 9 શખ્સોની કરી ધરપકડ
- દેવેન્દ્ર શુકલા ઉર્ફે દેવ બાદશાહનો હતો જન્મદિવસ
- તલવારથી 11 કેક કાપી એર ગનથી કર્યું ફાયરિંગ
- વીડિયો વાયરલ થતા પોલીસે કરી આરોપીની ધરપકડ
આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો ગમે તે પોસ્ટ શેર કરતા રહે છે. ઘણા લોકો પોતાની લાઈક વધારવા માટે એવી હરકતો કરી બેસ્તા હોય છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામેનો પણ કરવો પડે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં અમદાવાદના બાપુનગર ખાતે તાજેતરમાં જ જાહેરમાં તલવારથી કેક કાપી હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો હતો. આ વીડિયોને લઈ બાપુનગર પોલીસે દેવ બાદશાહ અને તેના સાથીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે,આ યુવકે જાહેર માર્ગ પર તલવાર વડે દેવ બાદશાહ લખેલી કેક કાપી હતી અને જાહેરમાં જ ફાયરિંગ પણ કર્યું હતું. જો કે, આ વીડિયો મીડિયામાં પ્રસારિત આવતા પોલીસ તંત્ર હરકતમાં જોવા મળ્યું હતુ. બાપુનગર પોલીસે ગણતરીના કલાકોમાં વીડિયોના આધારે અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
