Surat News : સુરત શહેરમાં નવજાત બાળકીને વેચવાના કૌભાંડ(Scam)નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને સમગ્ર રેકેટ(Scam)નો ભંડાફોડ કર્યો છે. આ કેસમાં પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે, જેઓ મહારાષ્ટ્રમાંથી નવજાત બાળકીનું અપહરણ કરીને તેને સુરત ખાતે વેચવાની તૈયારીમાં હતી.
પ્રાથમિક તપાસ મુજબ આરોપી મહિલાઓએ મહારાષ્ટ્ર રાજ્યમાંથી બાળકીને ગેરકાયદેસર રીતે લઈ આવી હતી. ત્યારબાદ સુરતમાં તેને વેચવા માટે સોદાની ગોઠવણ ચાલી રહી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતીના આધારે ટીમે કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લીધા.
આ કૌભાંડ (Scam) માં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તે અંગે તપાસ ચાલુ
પોલીસે અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવાણે નામની બે મહિલાઓની ધરપકડ કરી છે. હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે અને આ કૌભાંડ (Scam) માં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તે જાણવા માટે તપાસ વધુ વિસ્તૃત કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચે બાળકીને સુરક્ષિત રીતે બચાવી લીધી છે અને તેને યોગ્ય સંભાળ માટે તબીબી તપાસ તથા બાળ સુરક્ષા વિભાગને સોંપવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી છે.
પોલીસનું કહેવું છે કે માનવ વાણિજ્ય અને બાળ વેચાણ જેવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ કૌભાંડમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
