જકાર્તા,
ઇન્ડોનેશિયામાં રમાઈ એશિયન ગેમ્સમાં રવિવારે ભારત માટે “કહી ખુશી તો ગમ” જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એશિયન ગેમ્સની શરૂઆતમાં ભારતે પોતાના ખાતામાં એક મેડલ મેળવ્યો છે. ૧૦ મીટર એયર રાઈફલ મિક્સ ઇવેન્ટમાં અપૂર્વી ચન્દેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝમેડલ જીતવામાં સફળતા મેળવી છે.
#AsianGames2018:Apurvi Chandela – Ravi Kumar win bronze medal in 10m Air Rifle Mixed Team event. pic.twitter.com/vLxaZqxY27
— ANI (@ANI) August 19, 2018
૧૦ મીટર એયર રાઈફલની ફાઈનલમાં ભારતીય જોડીએ ૪૨૯.૯નો સ્કોર બનાવ્યો હતો. આ સ્પર્ધામાં ગોલ્ડમેડલ ચીની તાઈપેની જોડીએ ૪૯૪.૧૦ પોઈન્ટ હાંસલ કરીને પ્રાપ્ત કર્યાં હતો.
#AsianGames2018: India's Sushil Kumar loses 3-5 to Bahrain's Adam Batirov in men's freestyle 74 kg qualification round (File pic) pic.twitter.com/dHwuGjg8dB
— ANI (@ANI) August 19, 2018
બીજી બાજુ ભારત માટે કુસ્તીમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર પહેલવાન અને બે વારના ઓલમ્પિક મેડલ વિનર સુશીલ કુમાર પુરુષોની ૭૪ કિગ્રા કેટેગરીમાં ક્વોલિફાય રાઉન્ડમાં હારવાની સાથેજ બહાર થઇ ગયા છે. આ મહત્વના મુકાબલામાં સુશીલ કુમારને બહરીનના એડમ બાતિરોવે ૫-૩થી હરાવ્યા હતા.
#AsianGames2018: Indian wrestler Sandeep Tomar beat Turkmenistan's Rustem Nazarov 12-8 in Men's Freestyle 57 kg 1/8 finals
— ANI (@ANI) August 19, 2018
જયારે પહેલવાન સંદીપ તોમરે સારી શરૂઆત અપાવતા પુરુષોની ૫૭ કિગ્રા કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. સંદીપે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં તુર્કેમેનીસ્તાનના પહેલવાન રુસ્તમ નાજારોવને ૧૨-૮ થી હરાવ્યો છે.
એશિયન ગેમ્સ live અપડેટ્સ :
#AsianGames2018: India's Pawan Kumar loses 0-11 in the quarterfinals of Men's 86 kg freestyle wrestling. pic.twitter.com/jeUXHV5YJB
— ANI (@ANI) August 19, 2018
કુસ્તીની ૮૬ કિગ્રા મેન્સ કેટેગરીમાં ભારતના પવન કુમારની ક્વાર્ટર ફાઈનલમાં ૦-૧૧ થી હાર થઇ છે, જયારે ૯૭ કિગ્રા કેટેગરીમાં મૌસમ ખત્રીને ક્વાર્ટર ફાઈનલમાં ૦-૮ થી હારનો સામનો કરવો પડ્યો છે.
#AsianGames2018: India's Mausam Khatri loses 0-8 in the quarter finals of Men's 97 kg freestyle wrestling. pic.twitter.com/JJWQanQWZJ
— ANI (@ANI) August 19, 2018
ભારતીય મહિલા કબ્બડી ટીમે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. ભારતીય ટીમે ગ્રુપ-Aની પ્રથમ મેચમાં જાપાનને ૪૩-૧૨ થી હરાવ્યું.
ટ્રેપ શુટિંગમાં ભારતની શ્રેયસી સિંહ અને સીમા તોમરે ફાઈનલમાં જગ્યા પાક્કી કરી. જયારે મેન્સ ટ્રેપ શુટિંગમાં પણ ભારતના માનવજીત સિંહ સંધુ અને લક્ષ્યએ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે.
૧૦ મીટર એયર રાઈફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતની યુવા નિશાનેબાજ મનુ ભાકેર અને અભિષેક વર્માની જોડી ક્વોલિફાય કરવામાં રહી ગઈ છે. ભારતની આ જોડીએ ૭૫૯ પોઈન્ટ સાથે છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું હતું.
