ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદમાં રમાવવાની છે, આ હાઇવોલ્ટેજ મેચને જોવા માટે ભારે ક્રેઝ ક્રિકેટ રસિયાઓમાં જોવા મળ્યો છે જેના લીઘે આ મેચની ઓનલાઇન ટિકિટ માત્ર બે કલાકમાં જ વેચાઇ ગઇ છે. આેનલાઇન ટિકિટ માટે વેઇટિંગ પણ આવતું હતું,આેનલાઇન માટે લિમિટેડ ટિકિટો વેચાણ માટે મૂકવામાં આવી હતી જે ગણતરીના કલાકોમાં જ વેચાઇ ગઇ હતી જેને લઇને ઘણા રસિકો નિરાશ થઇ ગયા હતા .વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાનનો આમનો સામનો 14 ઓક્ટોબરે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ઉલ્લેખનીય છે કેબુક માય શો પર રાત્રે 8 વાગ્યે ટિકિટ ખુલતા જ ક્રિકેટ રસિકોની ટિકિટ ખરીદવા લાઇન લાગી હતી અને 2 કલાક સુધીનું વેઇટિંગ જોવા મળ્યું હતું. લોકોને ટિકિટ મેળવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ભારત અને પાકિસ્તાનની મેચની શરૂઆતની ટિકિટ પ્રાઇઝ 2 હજાર રૂપિયા રાખવામાં આવી હતી.
