રખડતા ઢોરનો આતંક/ નરોડામાં રખડતાં પશુએ યુવકને ગંભીર રીતે કર્યો ઘાયલ, મગજમાં થયું હેમરેજ

સારવાર દરમિયાન મેડિકલ રિપોર્ટમાં ભાવિન પટેલને મગજમાં અનેક હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ AMCની બેદરકારીનો વધુ એક પુરાવો…

Top Stories Gujarat Others
Rakhadta Dhor

Rakhadta Dhor: રાજ્યમાં દિવસેને દિવસે રખડતા પશુઓના અત્યાચારમાં વધારો થઈ રહ્યો છે. રખડતા ઢોરને કારણે અસંખ્ય લોકો ઘાયલ થયાના બનાવો બન્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં વધુ એક યુવક રખડતા ઢોરનો શિકાર બન્યો છે. નરોડા વિસ્તારમાં ઢોરની અડફેટે આવતા ભાવિન નામના બાઇક સવારને માથામાં ગંભીર ઇજા થઇ છે. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સારવાર દરમિયાન મેડિકલ રિપોર્ટમાં ભાવિન પટેલને મગજમાં અનેક હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ AMCની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. હાઈકોર્ટના અનેક ફટકા બાદ પણ તંત્ર ગાઢ નિંદ્રામાં હોય  તેવું લાગે છે. તંત્રની આડમાં રખડતા પશુઓને પાંજરા પુરાવવાની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. AMCની ઘોર બેદરકારીને કારણે આજે એક યુવક જીવન-મરણ વચ્ચે ઝૂલી રહ્યો છે. ભાવિન તેના પરિવારની આવકનો એકમાત્ર સ્ત્રોત છે. આ ઘટના બાદ AMCની બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ અને અધિકારીઓ સામે તાકીદે ગુનો નોંધી કાર્યવાહી કરવાની પરિવારે માંગ કરી છે.

આ પણ વાંચો: Withheld / ભારતમાં એક મહિનામાં બીજી વખત બંધ થયું પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ, જાણો કેમ કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો: 5G નેટવર્ક સેવા / ભારતમાં શરૂ થયું 5G નેટવર્ક, જાણો કયા દેશમાં સૌથી પહેલા શરૂ થઈ આ સેવા, આ 61 દેશોમાં ચાલી રહી છે સેવા

આ પણ વાંચો: બિહાર / ભાઈએ ત્રણ ગોળી મારી બહેનની કરી હત્યા, જાણો શું હતો મામલો