T20WC2024/ સુપર 8નું શેડ્યૂલ થયું જાહેર, ભારત-પાક. વચ્ચે મેચ થશે કે નહીં…

અમેરિકામાં 12 જૂનના રોજ T-20 વર્લ્ડ કપમાં ભારતે સતત ત્રીજી મેચ જીતી છે……..

Trending T20 WC 2024 Sports

New Delhi: અમેરિકામાં 12 જૂનના રોજ T-20 વર્લ્ડ કપમાં ભારતે સતત ત્રીજી મેચ જીતી છે. ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવીને સુપર 8 માટે ક્વૉલિફાય થઈ ગઈ છે. ભારતે ગૃપ સ્ટેજની મેચોમાં ત્રણેય મેચોમાં પાકિસ્તાન, આયર્લેન્ડ અને અમેરિકાને હરાવ્યા છે. ગૃપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ કેનેડા સામે 15 જૂનના રોજ રમાવા જઈ રહી છે.

T20 વર્લ્ડ કપની સુપર 8ની મેચો 19 જૂનથી શરૂ થઈ રહી છે. સુપર 8ની ટીમોને બે ગૃપમાં વહેંચવામાં આવી છે. જેમાં A1, B2, C1, D2 ટીમોને ગ્રુપ 1માં રાખવામાં આવી છે. એ જ રીતે, A2, B1, C2 D1 ટીમોને ગ્રુપ-2માં રાખવામાં આવી છે. ભારતીય ટીમ સુપર 8માં ગૃપ 1માં રહેશે.

T-20 વર્લ્ડ કપ 2024 સુપર 8નું શેડ્યુલ જાહેર

ભારતીય ટીમ ગૃપ Aમાં 6 પોઈન્ટ અને +1.0137 નેટ રનરેટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે અમેરિકા 4 પોઈન્ટ અને +0.127 નેટ રનરેટ સાથે બીજા સ્થાને છે. ગૃપ સ્ટેજમાં ભારતનું નંબર-1 રહેવાનું લગભગ નિશ્ચિત છે. શેડ્યૂલ પ્રમાણે, સુપર 8માં A1 ટીમની ત્રણ મેચ 20, 22 અને 24 જૂને યોજાવાની છે. ભારત 20 જૂને વેસ્ટ ઈન્ડિઝ અથવા અફઘાનિસ્તાન (C1) સામે ટકરાશે. ભારત 22 જૂને શ્રીલંકા અથવા નેધરલેન્ડ્સ (D2) સામે રમશે. ગૃપ સ્ટેજના અંતે દક્ષિણ આફ્રિકા પહેલા નંબરે રહેશે તેવી શક્યતા છે. ગૃપ – Dમાં સાઉથ આફ્રિકાની છેલ્લી મેચ 15 જૂન નેપાળ સામે રમાવાની છે.

ભારતીય ટીમ 24 જૂનના રોજ ગૃપ Bમાં બીજા નંબરની ટીમનો સામનો કરી શકે છે. આ દિવસે ભારતનો મુકાબલો સ્કોટલેન્ડ અથવા ઈંગ્લેન્ડ સામે થાય તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયા અત્યારે આ ગૃપમાં 6 પોઈન્ટ સાથે પહેલા નંબરે છે. સ્કોટલેન્ડ 5 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ત્યારે નામિબિયા 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ઈંગ્લેન્ડ 1 પોઈન્ટ સાથે સ્થાને ચોથા સ્થાને છે. ઈંગ્લેન્ડની બાકીની બંને મેચ જીતી જાય અને સ્કોટલેન્ડ તેની છેલ્લી મેચ હારી જાય તો પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થઈ શકે છે. ત્યારે ઈંગ્લેન્ડ નંબર-2 બની શકે છે. ઓસ્ટ્રેલિયાની છેલ્લી મેચ સ્કોટલેન્ડ સામે છે.

મેચ દિવસ અને તારીખ સમય (IST) સ્થળ
A2 Vs D1 બુધ જૂન 19, 2024 20:00 એન્ટિગુઆ
B1 Vs વેસ્ટ ઈન્ડિઝ ગુરુ 20 જૂન, 2024 06:00 સેન્ટ લુસિયા
C1 Vs ભારત ગુરુ 20 જૂન, 2024 20:00 બાર્બાડોસ
ઓસ્ટ્રેલિયા Vs D2 શુક્ર જૂન 21, 2024 06:00 એન્ટિગુઆ
B1 વિ દક્ષિણ આફ્રિકા  શુક્ર જૂન 21, 2024 20:00 સેન્ટ લુસિયા
A2 Vs વેસ્ટ ઈન્ડિઝ શનિ 22 જૂન, 2024 06:00 બાર્બાડોસ
ભારત Vs D2 શનિ 22 જૂન, 2024 20:00 એન્ટિગુઆ
C1 વિ ઓસ્ટ્રેલિયા રવિ જૂન 23, 2024 06:00 સેન્ટ વિન્સેન્ટ
A2 Vs B1 રવિ જૂન 23, 2024 20:00 બાર્બાડોસ
વેસ્ટ ઈન્ડિઝ Vs દક્ષિણ આફ્રિકા સોમ જૂન 24, 2024 06:00 એન્ટિગુઆ
ઓસ્ટ્રેલિયા Vs ભારત સોમ જૂન 24, 2024 20:00 સેન્ટ લુસિયા
C1 Vs D2 મંગળવાર 25 જૂન, 2024 06:00 સેન્ટ વિન્સેન્ટ
ટીબીસી વિ ટીબીસી ગુરુ 27 જૂન, 2024 06:00 ત્રિનિદાદ અને ટોબેગો
ટીબીસી વિ ટીબીસી ગુરુ 27 જૂન, 2024 20:00 ગયાના
ટીબીસી વિ ટીબીસી શનિ જૂન 29, 2024 20:00 બાર્બાડોસ

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાક સામે વિજયના ફક્ત 8 ટકા જ ચાન્સવાળી મેચ ભારતે જીતી

આ પણ વાંચો  આજે ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો અમેરિકા સામે મુકાબલોઃ પાક. પણ પણ ભારતના જીતવાની પ્રાર્થના કરશે

આ પણ વાંચો: પાક. સામે વિજય, ભારતીય ટીમ પર ઓવારી જતાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો