ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી 24 કલાકમાં ગમે ત્યારે ન્યુઝીલેન્ડ સામેની T20 અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. ભારતીય ટીમે 17 નવેમ્બરથી ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સાથે ત્રણ મેચ અને T20 અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. વ્હાઈટ બોલનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝથી ભારતીય T20 ટીમની કમાન સંભાળી શકે છે. રોહિતને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પણ ટીમનું સુકાની બનવાની તક મળી શકે છે કારણ કે નિયમિત સુકાની વિરાટ કોહલીને પ્રથમ ટેસ્ટ માટે આરામ આપવામાં આવી શકે છે. વિરાટે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે ICC T20 વર્લ્ડ કપ 2021 પછી ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ છોડી દેશે અને આ ટુર્નામેન્ટમાં ભારતનું અભિયાન સમાપ્ત થયા બાદ સોમવારે T20 કેપ્ટન તરીકે મેદાન પર છેલ્લે જોવા મળ્યો હતો.
.@imVkohli signs off as the #TeamIndia T20I captain with a win. 🙌 🙌#T20WorldCup #INDvNAM pic.twitter.com/0YBK69rFhn
— BCCI (@BCCI) November 8, 2021
રિપોર્ટ અનુસાર વર્તમાન ટેસ્ટ કેપ્ટન વિરાટ પ્રથમ ટેસ્ટથી આરામ લઈ રહ્યો છે અને મુંબઈમાં યોજાનારી બીજી ટેસ્ટ માટે પરત ફરશે. કોહલીને ન્યુઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે. વર્તમાન વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે ટેસ્ટ ટીમમાં તેની ભૂમિકા ચાલુ રાખશે જ્યારે કેએલ રાહુલ T20I શ્રેણી માટે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રહેશે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે જયપુર, રાંચી અને કોલકાતામાં ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. ત્યારબાદ તે કાનપુર અને મુંબઈમાં બે ટેસ્ટ મેચની યજમાની કરશે.
