મહીસાગર/ વીરપુર ખાતે સુપ્રસિધ્ધ ખ્વાજા દરિયાઈ દરગાહ ઉપર મજાર અચાનક જ હલવા લાગતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટયા

ખ્વાજા દરિયાઈ દરગાહમાં આવેલી મજાર પર અચાનક જ મજાર પેહલા છાતીના ભાગે પછી માથા અને હાથ ના ભાગે અચાનક જ હલતા એક શ્રદ્ધાળુ ભક્ત દ્વારા મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat

ગુજરાતમાં સુપ્રસિદ્ધ કહેવાતી 3 દરગાહ પૈકીની વીરપુરની ખ્વાજા દરિયાઈ દરગાહ અચાનક જ મજાર હલવા લાગતા લોકોના ટોળેટોળા શ્રદ્ધા ભેર જોવા ઉમટ્યા હતા. ખ્વાજા દરિયાઈ દરગાહમાં આવેલી મજાર પર અચાનક જ મજાર પેહલા છાતીના ભાગે પછી માથા અને હાથ ના ભાગે અચાનક જ હલતા એક શ્રદ્ધાળુ ભક્ત દ્વારા મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેને લઈ ને લોકો મોટી સંખ્યામાં વિરપુર ખાતે આવેલી દરગાહ માં રહેલી મજાર ના દર્શનાર્થે ખૂણે ખૂણે થી ઉમટી પડ્યા હતા.

હાલમાં ચાલી રહેલા મોહરમના તેહવારમાં અને મોહરમના દસમા દિવસ કેહવાતા આસુરાના દિવસનું મહત્વ મોટું છે અને દસમા દિવસની સાંજે જ વિરપુર ખાતે આવેલી દરિયાઈ દરગાહની મજાર હલવા લાગતા દર્શનાર્થીઓમાં અતૂટ શ્રદ્ધા વ્યાપેલી જોવા મળી હતી.

ગુજરાતમાં સુપ્રસિદ્ધ ત્રણ દરગાહમાંની અમદાવાદની શાહ આલમની દરગાહ અને મહિસાગર જિલ્લાની બે દરગાહ એક કારંટા પીર દરગાહ અને વીરપુરની ખ્વાજા દરિયાઈ દરગાહનું મહત્વ પુરા વિશ્વમાં સુપ્રસિદ્ધ પામ્યું છે, ત્યારે વધુ શ્રદ્ધા લોકોમાં ઉમટે તેવો સાક્ષાત વિરપુરની દરિયાઈ દરગાહ આજે ચમત્કાર થતાં લોકોમાં અતૂટ શ્રદ્ધા બંધાઈ છે.