સમગ્ર દેશ માં આ વખતે કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા . સરકાર દ્વારા કોરોના કેસોને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . ત્યારે હવે કોરોના કેસ ઘટતા દિલ્હી સરકાર દ્વારા વેપારીઓ તરફથી બજારોમાં દુકાનો ખોલવાની સમયમર્યાદા વધારવાની માંગ કરવામાં આવી હતી. જે અંગે દિલ્હીમાં બજારો, શોપિંગ કોમ્પ્લેક્સ, મોલ અને તમામ પ્રકારની દુકાનોને મોટી રાહત આપતા દુકાન બંધ કરવાની સમયમર્યાદા માં વધારો કરવામાં આવી રહ્યો છે .
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોરોનાને કારણે અત્યાર સુધી દિલ્હીના બજારોને રાત્રે 8 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. કેસોની ઘટતી સંખ્યાને કારણે સોમવારથી સમયમર્યાદા દૂર કરવામાં આવી રહી છે. જેથી હવે બજારો તેમના સામાન્ય સમય મુજબ ખુલી શકશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દિલ્હીમાં તમામ દુકાનો રાત્રે 8:00 સુધી ખુલી શકે છે, રેસ્ટોરાં અને બાર રાત્રે 10:00 સુધી ખુલી શકે છે. પરંતુ હવે આ બધાને બંધ કરવાની સમયમર્યાદા સોમવારથી સમાપ્ત થઈ જશે.
अभी तक करोना के चलते दिल्ली के बाज़ारों को शाम 8 बजे तक खुलने की इजाज़त थी। कम होते मामलों की वजह से सोमवार से समय सीमा हटाई जा रही है। अब बाज़ार अपने सामान्य समयानुसर खुल सकेंगे।
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 21, 2021
વેપારીઓની સર્વોચ્ચ સંસ્થા ધ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ બજારોનો સમય વધારવા માટે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ને પત્ર લખ્યો હતો. CTI ના ચેરમેન બ્રિજેશ ગોયલ અને પ્રમુખ સુભાષ ખંડેલવાલને કમલા નગર, લાજપત નગર, કનોટ પ્લેસ, સરોજિની નગર, સાઉથ એક્સ, રાજૌરી ગાર્ડન, લક્ષ્મી નગર, રોહિણી, પીતમપુરા, બૃહદ કૈલાશ, કરોલબાગ સહિતના ઘણા બજારોના અધિકારીઓએ બંધ કરવા માટે વિનંતી કરી હતી.
