Ahmedabad News/ સરકારી નોકરીમાં પાંચ વર્ષ સુધીનો ફિક્સ પગાર, શોષણની પરાકાષ્ઠાઃ કોંગ્રેસ

સરકાર નોકરીમાં પાંચ વર્ષ સુધી સરકાર ફિક્સ પગાર (Fix Salary) રાખે છે તેના અંગે કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. વખતોવખત સરકારને આ મુદ્દે નિશાન બનાવતી કોંગ્રેસે ફરીથી આ મુદ્દાને લઈને ઘેરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) ફરીથી આ મુદ્દાને ઉઠાવતા જણાવ્યું હતું કે સરકાર ફિક્સ પેના નામે આર્થિક શોષણ બંધ કરે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: સરકાર નોકરીમાં પાંચ વર્ષ સુધી સરકાર ફિક્સ પગાર (Fix Salary) રાખે છે તેના અંગે કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. વખતોવખત સરકારને આ મુદ્દે નિશાન બનાવતી કોંગ્રેસે ફરીથી આ મુદ્દાને લઈને ઘેરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) ફરીથી આ મુદ્દાને ઉઠાવતા જણાવ્યું હતું કે સરકાર ફિક્સ પેના નામે આર્થિક શોષણ બંધ કરે.

પાંચ વર્ષ માટે કોઈનો ફિક્સ પગાર રાખવો કેટલો યોગ્ય છે. સરકાર પાંચ વર્ષ સુધી પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવ સ્થિર રાખી શકે છે. સરકારે એક જ દાયકામાં ગેસના બાટલાનો ભાવ 450માંથી હજાર રૂપિયા ઉપર કરી નાખ્યો અને અમારા તીવ્રવિરોધના લીધે તાજેતરમાં જ ઘટાડ્યો હવે તે સરકાર પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રાખે તે કેટલું યોગ્ય છે. આ તો કોઈ માણસ માંડ-માંડ નોકરીએ લાગ્યો હોય તે પણ ભાગીને જતો રહે તે પ્રકારની વાત છે. આ ફિક્સ પગારે કામ કરનાર વ્યક્તિ પછી લાંચ નહીં લે તો શું કરશે. તેનું પૂરું જ ન થતું હોય તો તે શું કરશે.

સરકારની બધી જ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેવાનો હોય તો કોઈ નોકરી કરવા આવે શું કરવા અને કદાચ વખાનો માર્યો આવે તો પણ તે પછી બીજી રીતે પગાર વસૂલી જ લેવાનો. સરકાર પાસે પૂરતા પ્રમાણમાં સંસાધનો હોય ત્યારે આ પ્રકારની પ્રથાનો અંત લાવવો જરૂરી છે. તેના લીધે સરકારી કર્મચારીનું મનોબળ નીચું જતું રહે છે. પાંચ વર્ષ સુધી સરકારી કર્મચારી એક ડર અને એક તનાવમાં જ જીવતો હોય છે. ડર અને તનાવની વચ્ચે કયો સરકારી કર્મચારી યોગ્ય નિર્ણય લઈ શકે. તેથી ફિક્સ પગારના નામે થતું શોષણ સરકારે દૂર કરવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો મામલો, કાર્યકરની લાગણી સેલ બનાવવા માંગ

આ પણ વાંચો: કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આવશે ગુજરાત, આવતીકાલે આવશે મુકુલ વાસનીક ગુજારત, પ્રભારી બન્યા બાદ બીજી વાર ગુજરાત મુલાકાત, અમદાવાદ અને વડોદરા ખાતે મળશે બેઠક, 9

આ પણ વાંચો: વિરોધનું વાવાઝોડું ફૂંકાયું અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ ધારાસભ્ય શૈલેષ પરમારનો સ્થાનિકોએ કર્યો વિરોધ દાણીલીમડાના ધારાસભ્ય છે શૈલેષ પરમાર બહેરામપુરા વોર્ડના