Not Set/ લીંબડી/ PSI વિરુદ્ધ બુટલેગરે એટ્રોસિટી- માર મારવાની  FIR નોંધાવી સસ્પેન્ડ કરવા આવેદનપત્ર આપ્યું

એવું કહેવાય છે કે, “A justic for one is unjustic for other(opponent)” – એક માટે ન્યાય, બીજા(સામેવાળા) માટે અન્યાય છે. અને લીંબડીમાં પણ કઇંંક આવો જ કિસ્સો સામે આવી રહ્યો છે, જો કે ન્યાય-અન્યાય એ તો કાયદાની ઉચ્ચ સંસ્થા દ્વારા નક્કી થતી બાબત છે. પણ અહીં આ સંદર્ભમાં જોવામાં આવે તો વાત જાણે એમ છે […]

Gujarat Others

એવું કહેવાય છે કે, “A justic for one is unjustic for other(opponent)” – એક માટે ન્યાય, બીજા(સામેવાળા) માટે અન્યાય છે. અને લીંબડીમાં પણ કઇંંક આવો જ કિસ્સો સામે આવી રહ્યો છે, જો કે ન્યાય-અન્યાય એ તો કાયદાની ઉચ્ચ સંસ્થા દ્વારા નક્કી થતી બાબત છે. પણ અહીં આ સંદર્ભમાં જોવામાં આવે તો વાત જાણે એમ છે કે, લીંબડી PSI વિરુદ્ધ બુટલેગરે એટ્રોસિટી અને માર મારવાની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં પરંતુ દલીત સમાજ દ્વારા PSIને સસ્પેન્ડ કરવા ડે.કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

વિદિત વિગતો પ્રમાણે લીંબડી શહેરના નદીકાંઠે તા.5 સપ્ટેમ્બરની સાંજે પીએસઆઈ સંજય વરૂએ સ્ટાફ સાથે દરોડો પાડી પ્રકાશ ઉર્ફે પકો જેરામભાઈ ચાવડાને 2 લીટર દેશી દારૂ, દેવરાજ વશરામભાઈ ચાવડા અને હસમુખ ચમનભાઈ ચાવડાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા. તા.6ના રોજ ત્રણેય આરોપીઓને જામીન મળી જતા છોડી દેવામાં આવ્યા હતા. બાદમાં ત્રણેય શખ્સો પીએસઆઈ એસ.એસ.વરૂએ ઢોર માર હોવાનું જાણવી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા.

લીંબડી સિવિલમાં જોતજોતામાં દલીત સમાજની મહિલાઓ સહિત લોકો પહોંચી આવ્યા હતા. મહિલાઓ PSI નામના છાજીયા લેવાનાં શરૂ કરી દીધાં હતા. સ્થિતિ વણસતા એલસીબી અને એસઓજીની ટીમ લીંબડી દોડી આવી હતી. મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પીએસઆઈ સંજય વરૂ વિરુદ્ધ પ્રકાશભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે PSIએ તેમની ઓફિસમાં બોલી જાતિ વિશે અપમાનિત કર્યાં હતા. ઢીકાપાટુ અને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.

લીંબડી તાલુકા સેવા સદન ખાતે તા.7ના રોજ દલીત સમાજના 30થી વધુ લોકો ધસી આવ્યા હતા. ડે.કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલોએ ત્રણ યુવકોને મારમારી તેમની ઉપર કેસ કરી 15,000 રૂ. પડાવી લીધા હતા. પીએસઆઈ સંજય વરૂને સસ્પેન્ડ કરી ત્રણેય કોન્સ્ટેબલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 
 

દલીત આગેવાન દ્વારા PSI પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, PSI દલીતો ઉપર ખોટા કેસ કરી લાખો રૂપિયાના તોડ કરે છે. પીએસઆઈ જયારથી લીંબડી આવ્યાં ત્યારથી સતત દલીત યુવાનોને ટાર્ગેટ કરી એટેક કરે છે. પોલીસ ગુનેગારોને પકડી શકે છે પણ મારવાનો તેમને કોઈ હક નથી. પીએસઆઈ સંજય વરૂ ખોટા કેસ કરી લાખો રૂપિયાના તોડ કરે છે. મારા સબંધીને ત્યાં વરૂએ રેડ કરી તેને ઉપાડીને રૂ. 5 લાખનો તોડ કર્યો હતો.

પોતાની સફાઇમાં લીંબડીનાં એસ.એસ.વરૂ. પીએસઆઈએ જણાવ્યું છે કે, 2-નંબરનાં ધંધા બંધ કરાવ્યાં એટલે મારી બદલી કરાવા મથે છે. મારા વિરુદ્ધ ફરિયાદ કરી છે તે લીસ્ટેડ ગુનેગાર છે. મેં જેમના 2-નંબરના ધંધા બંધ કરાવ્યાં તે શખ્સો પડખે ચડીને મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાવી છે. મારી બદલી થઈ જાય તો એમને 2-નંબરના ધંધા કરવા મોકળું મેદાન મળી જાય એટલે મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે.

જો કે કાયદો તમામથી પર છે અને આવનાર સમયમાં કાયદેસરની તપાસમાં દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે તે પણ હકીકત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews