મધ્ય પ્રદેશના સિહોરમાં બોરવેલમાં પડી ગયેલી અઢી વર્ષની બાળકી સૃષ્ટિનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સિહોરના મુંગાવલી ગામમાં છેલ્લા 51 કલાકથી સૃષ્ટિ નામની બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું જે પૂર્ણ થયું છે. જિલ્લા વહીવટીતંત્રની ટીમો ઉપરાંત, SDERF, NDRF અને આર્મીના જવાનો પણ આ બચાવ કાર્યમાં રોકાયેલા હતા. બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ સૃષ્ટિને તાત્કાલિક સિહોર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
રોબોટિક નિષ્ણાતોની ટીમ પણ થઇ હતી સામેલ
જણાવી દઈએ કે ગુરુવારે ત્રીજા દિવસે સૃષ્ટિને બચાવવા માટે ચાલી રહેલા અભિયાનમાં રોબોટિક નિષ્ણાતોની ટીમ પણ જોડાઈ હતી. આજે રેસ્ક્યુ ઓપરેશનનો ત્રીજો દિવસ હતો અને બાળકીને બોરવેલમાં પાઈપ દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૃષ્ટિ પહેલા લગભગ 40 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગઈ હતી અને બાદમાં તે નીચે લપસી ગઈ હતી અને લગભગ 100 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગઈ હતી. મંગળવારે બપોરે 1 વાગ્યાની આસપાસ તે બોરવેલમાં પડી હતી અને ત્યારથી તેને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
સીએમ સતત કામગીરી પર નજર રાખતા હતા
સૈન્યની એક ટીમ પણ સૃષ્ટિના બચાવ કાર્યમાં રોકાયેલી હતી જ્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર ઈમરજન્સી રિસ્પોન્સ ફોર્સ (SDERF) ની ટીમો પહેલેથી જ કામમાં સામેલ છે. આ ઉપરાંત 12 અર્થમૂવિંગ અને પોકલેન મશીન પણ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને અધિકારીઓની એક ટીમ પણ બચાવ કામગીરીની દેખરેખ માટે જિલ્લા અધિકારીઓના સંપર્કમાં હતી.
સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી હતી
2009માં સર્વોચ્ચ અદાલતે ખુલ્લા છોડવામાં આવેલા બોરવેલમાં પડતા બાળકોના જીવલેણ અકસ્માતોને રોકવા માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. 2010માં કોર્ટ દ્વારા જારી કરાયેલ સુધારેલી માર્ગદર્શિકામાં બાંધકામ દરમિયાન કૂવાની ફરતે કાંટાળા તારની ફેન્સીંગ લગાવવી, બોરવેલ ઉપર બોલ્ટ સાથે સ્ટીલ પ્લેટ કવરનો ઉપયોગ કરવો અને બોરવેલને નીચેથી જમીનના સ્તર સુધી ભરવાનો સમાવેશ થાય છે. જો કે, આ માર્ગદર્શિકા હોવા છતાં, લોકો બેદરકારી દાખવે છે અને આ જ કારણ છે કે અવારનવાર બાળકના બોરવેલમાં પડવાના સમાચાર સામે આવે છે.
આ પણ વાંચો:સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત, CBI આટલા સમય સુધી નહીં કરી શકે ધરપકડ
આ પણ વાંચો:સ્લીપર ટિકિટ પર એસી કોચમાં મુસાફરી કરી શકો છો, બસ બુક કરતી વખતે કરો આ કામ
આ પણ વાંચો:‘લૂપ અને અપલાઇનના સિગ્નલ અચાનક થઈ ગયા રેડ’
આ પણ વાંચો:લિવ ઇન પાર્ટનરની હત્યા, કકડા કર્યા, કૂકરમાં ઉકાળ્યા
