Sabarkantha News/ સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ

અવાર નવાર સાબરકાંઠા આર.ટી.ઓ વિભાગને ખુલ્લી ચેલેન્જ છતાં તંત્ર ગૌર નિદ્રામાં

Top Stories Gujarat Others

Sabarkantha News ; સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર ફરી મોતની સવારીના વીડિયો સામે આવ્યાં છે. તહેવાર ટાણે જીલ્લાના માર્ગો પર જિલ્લા આર.ટી.ઓ વિભાગને ખુલ્લી ચેલેન્જ ફટકારી થોડાક વઘુ કમાવી લેવાની લાયમાં ખાનગી સટલીયા ચાલકો મુસાફરોને મોતની સવારી કરાવી રહ્યા છે. જીલ્લાના હિંમતનગર ઇડર, હિંમતનગર શામળાજી, ઈડર ભિલોડા, ઈડર ખેડબ્રહ્મા, તેમજ ખેડબ્રહ્મા અંબાજી હાઇવે રોડ પર મુસાફરોને ગાડીની છત તેમજ બોનેટ પર બેસાડી સટલિયા ચાલકો મોતની સવારી કરાવી રહ્યાં છે. એક તરફ સાબરકાંઠા આર.ટી.ઓ વિભાગના અધિકારીઓ સરકારી કચેરીને પોતાની ખાનગી ઓફિસ સમજી એસી માં આરામ ફરમાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ તંત્રના આળસુ અધિકારી ઓને ખુલ્લો પડકાર આપી ખાનગી સટલિયા ચાલકો મુસાફરોને મોતની સવારી કરી રહ્યા છે.

ત્યારે ચાલકોને કાયદાનો પાઠ ભણાવતા અઘિકારીઓ ખાનગી સટલિયા ચાલકો સામે કાર્યવાહી કરવાની બદલે તેઓને છાવરી રહ્યાની રાવ ઉઠવા પામી છે. જોકે ઉલ્લેખનીય છેકે સાબરકાંઠા જિલ્લા આર.ટી.ઓ વિભાગ કોઈ મોટુ અકસ્માત સર્જાય અને નિર્દોષ મુસાફરો તેનો ભોગ બને તેની રાહ જોઈ બેશ્યું હોઇ તેમ લાગી રહ્યું છે. આગામી સમયમાં ખાનગી સટલિયાઓ તેમજ ચાલકો સામે કુંભ કરણની નિદ્રામાં સૂતા આર.ટી.ઓ વિભાગ દ્વારા કેવી અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું…

જીલ્લામાં આર.ટી.ઓ વિભાગ દ્વારા અવાર નવાર હાઇવે રોડ પર ડ્રાઈ ચાલવામાં આવતી હોય છે જેમાં પરમીટ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે અને પરમીટ કરતાં વઘુ મુસાફરો સહિત જરૂરી ડોક્યુમેન્ટ ન હોઇ તો તેમની સામે દંડનીય કાર્યવાહીમાં આવતી હોય છે. જોકે તહેવાર સમયે તંત્રને ખુલ્લો પડકાર આપી ખાનગી સટલિયા ચાલકો મુસાફરોને મોતની સવારી કરાવી વિભાગને ખુલ્લો પડકાર આપી રહ્યાં છે.

ત્યારે આર.ટી.ઓ વિભાગ સટલિયાઓ સામે કાર્યવાહી કરવાની બદલે જીલ્લાના વડામથક હિંમતનગર ખાતે ઓટો રિક્ષા ચાલકોને કાયદાનો પાઠ ભણાવતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળી તહેવાર ચાલી રહ્યો છે ત્યારે જીલ્લામાં ઠેર ઠેર હાઇવે રોડ પર મોતની સવારી સામે આર.ટી.ઓ વિભાગ નિષ્ફળ જોવા મળી રહ્યું છે. તેની સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે મહત્વનું બની રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત

આ પણ વાંચો: કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો: કંડલાની એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકોના મોત