વલસાડ/ પારડીનાં ખડકી ગામે ગોડાઉનમાં લાગી આગ : અગનજવાળાઓથી અંજાયા લોકો

વલસાડ અને વાપીથી ફાયરફાયટરોને આગ પર કાબુ મેળવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને આગને કાબુ કરવા માટે સખત પ્રયત્ન કરવામાં આવ્યા હતાં.

Top Stories Gujarat Others
વલસાડ આગ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. અચાનક આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. આગની જાણ થતાં જ પારડીના ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પરંતુ આગનું સ્વરૂપ જોતાં વધુ ફાયર ફાયટરોની મદદ જણાઈ હતી. આથી વલસાડ અને વાપીથી ફાયરફાયટરોને આગ પર કાબુ મેળવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને આગને કાબુ કરવા માટે સખત પ્રયત્ન કરવામાં આવ્યા હતાં.

વલસાડ આગ

બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ખડકી ગામમાં આવેલા એક ડેકોરેશનનાં ગોડાઉનમાં અચાનક જ વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ગોડાઉનનાં પાછળનાં ભાગે અચાનક આગની શરૂઆત થતા અને ધુમાડો નીકળતા ગોડાઉનના માલિકને જાણ થઈ હતી. આથી તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જો કે ગોડાઉનમાં મોટી માત્રામાં કાપડ અને અન્ય ડેકોરેશનનો સામાન સંગ્રહ કરેલો હતો. વધુ માત્રામાં સામાનનો સંગ્રહ હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગોડાઉનનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. આગ વધુ હોવાથી તાત્કાલિક ફાયરફાઇટરોને જાણ કરવામાં આવી હતી. પ્રથમ પારડીના ફાયર ફાઈટર પહોંચ્યા હતા પરંતુ આગનું સ્વરૂપ જોતાં વધુ ફાયર ફાઈટરની મદદ જણાતા વલસાડ અને વાપીથી પણ ફાયર બ્રિગેડની ટીમોની મદદ લેવામાં આવી હતી. આમ ચારથી વધુ ફાયર ફાયટરોની ટીમ  આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામ્ય વિસ્તાર હોવાથી ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીની વધુ જરૂર હોવાથી નજીકમાં પાણીના કોઈ સ્ત્રોત નહિ હોવાથી આજુબાજુ આવેલી પ્રાઇવેટ કંપનીઓમાં જાણ કરી અને આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરો ને માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે જે ગોડાઉનમાં આગ લાગી તેની આજુબાજુ રહેણાંક વિસ્તાર પણ હતો. આથી આગ આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં કે મકાનોમાં ન પ્રસરે તે માટે ફાયર ફાયટરોએ  ભારે જહેમત ઊઠાવી હતી. આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી પરંતુ ગોડાઉનમાં લાગેલી આગમાં રાખેલો ડેકોરેશનનો સામાન બળીને ખાખ થઇ જતાં મોટા નુકશાનની ભીતી સેવાઈ રહી છે.

વલસાડ આગ

આ પણ વાંચો : રામ મંદિરમાં 25 હજાર ભક્તો એકસાથે બેસી શકશે,શ્રદ્વાળુઓ માટે 13 દરવાજા બનાવાશે!