Ethanol/ પેટ્રોલ-ડીઝલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય સાત વર્ષ પહેલા હાંસલ કરાયું

ભારત તેની જરૂરિયાતના લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. સરકારે આ આયાત ઘટે અને તેમા કાપ મૂકાય તે માટે એકદમ તીવ્રતાથી પ્રયત્નો આદર્યા છે. આવો જ એક પ્રયત્ન પેટ્રોલ-ડીઝલમાં ઇથેનોલનું મિશ્રણ છે.

Top Stories India
  • સરકાર લક્ષ્યાંકના સાત વર્ષ પહેલા આ કામ કરવા જઈ રહી છે, પીએમ કરશે લોકાર્પણ
  • 2030માં 20 ટકા સુધીના ઇંધણ મિશ્રણનું લક્ષ્યાંક 2023માં જ હાંસલ કરી લેવાયું
  • સરકારને વર્ષે એકથી દોઢ લાખ કરોડ રૂપિયાની સીધી બચત થશે
  • ઇથેનોલ ખેડૂતો પાસેથી લેવામાં આવતું હોવાના લીધે તેને પણ ફાયદો થશે

નવી દિલ્હી: ભારત તેની જરૂરિયાતના લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. સરકારે આ આયાત ઘટે અને તેમા કાપ મૂકાય તે માટે એકદમ તીવ્રતાથી પ્રયત્નો આદર્યા છે. આવો જ એક પ્રયત્ન પેટ્રોલ-ડીઝલમાં ઇથેનોલનું મિશ્રણ છે. પેટ્રોલ-ડીઝલમાં 2014માં ફક્ત 1.4 ટકા Ethanol મિશ્ર થતું હતું અને 2030 સુધીમાં 20 ટકા સુધીનું મિશ્રણ હાંસલ કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. આ Ethanol મિશ્રણનો લક્ષ્યાંક પણ સરકારે નિયત સમયના સાત વર્ષ પહેલા 2023માં હાંસલ કરી લીધો છે. તેના લીધે સરકારને એક લાખ કરોડ રૂપિયાની સીધી બચત થશે. તેની સાથે ઇથેનોલ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી રહ્યું હોવાથી શેરડી પકવતા ખેડૂતોને પણ સારી આવક મળી રહી છે.

દેશનું ઘણું નાણું તેની આયાતમાં જાય છે. આ Ethanol બોજ ઘટાડવા માટે સરકાર નવા રસ્તાઓ શોધી રહી છે. આ માટે દેશમાં એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે જે સમય, ઇંધણનો વપરાશ અને પર્યાવરણની સુરક્ષા કરશે. આ સાથે સરકારે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાની મહત્વકાંક્ષી યોજના પણ બનાવી છે. પેટ્રોલમાં ઇથેનોલના 10 ટકા મિશ્રણનો લક્ષ્યાંક પાંચ મહિના અગાઉ હાંસલ કરવામાં આવ્યો હતો. હવે તેને વધારીને 20 ટકા કરવાની તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકમાં E20 પેટ્રોલ (20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ)ના વેચાણની શરૂઆત કરશે. આ સાથે, તેનું વેચાણ દેશના 67 પેટ્રોલ પંપ પર પ્રાયોગિક ધોરણે શરૂ થશે. આનાથી તેલની આયાત ઘટવાની સાથે વાહનોના ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.

બેંગલુરુમાં 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન ઈન્ડિયા એનર્જી વીકનું આયોજન કરવામાં આવ્યું છે. એક અધિકારીએ કહ્યું કે વડાપ્રધાન નોઝલ દબાવીને તેનું વેચાણ શરૂ કરશે. આ સાથે તેનું વેચાણ પ્રાયોગિક ધોરણે દેશભરના 67 પેટ્રોલ પંપ પર શરૂ થશે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં પેટ્રોલમાં 1.4 ટકા ઇથેનોલનું મિશ્રણ શરૂ કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2022 માટે 10 ટકા સંમિશ્રણનો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ તે પાંચ મહિના પહેલા જ હાંસલ કરવામાં આવ્યો હતો. 20 ટકા સંમિશ્રણનો મૂળ લક્ષ્યાંક 2030 હતો પરંતુ તે પહેલા 2025 અને હવે 2023 કરવામાં આવ્યો હતો. અમે તેને કેટલાક મહિના પહેલા માર્કેટમાં લોન્ચ કરી રહ્યા છીએ.

અધિકારીએ કહ્યું કે સરકાર દેશમાં ઊર્જા બચાવવા માટે ઘણા મોરચે કામ કરી રહી છે. આમાં ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમનો સમાવેશ થાય છે. જે ઝડપ સાથે આ કાર્યક્રમનો અમલ કરવામાં આવી રહ્યો છે તે સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને આબોહવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રસંગે વડાપ્રધાન દેશમાં વિકસિત સોલાર ઇલેક્ટ્રિક કુકટોપનું પણ લોકાર્પણ કરશે. આનાથી લોકોને રસોઈ માટે ઓછા કાર્બન અને સસ્તા વિકલ્પ મળશે. તેને ઈન્ડિયન ઓઈલની R&D વિંગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે આધુનિક ઇન્ડક્શન કૂકટોપ જેવું છે. તે સૌર તેમજ ગ્રીડ પાવર પર કામ કરે છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતની 1.4 અબજની વસ્તી ઊર્જાની માંગ માટેનું મુખ્ય પરિબળ છે. ભારત વિશ્વમાં તેલના સૌથી મોટા ગ્રાહકોમાં સામેલ છે. ભવિષ્યની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટા પાયે કામ ચાલી રહ્યું છે. કોઈપણ દેશના વિકાસ માટે ઉર્જાનો વપરાશ જરૂરી છે. હાલમાં દેશમાં 455 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે 1,000 કરોડ લિટર સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. બ્રાઝિલમાં મોટા પાયે પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ

World Cancer Day/ વિશ્વ કેન્સર દિવસ 2023: શા માટે દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે?

Sports/ ભારતીય જિમ્નાસ્ટ પર 21 મહિનાનો પ્રતિબંધ, જાણો શું છે કારણ

દિલ્હી/ IB ડિરેક્ટરના ઘરમાં CRPFના જવાને પોતાને મારી ગોળી, રજા માણીને પરત ફર્યા હતા ડ્યૂટી પર