@નિકુંજ પટેલ
હૈદરાબાદમાં તેલંગણામાં બનેલા એક ચકચારભર્યા બનાવમાં એક શખ્સે પોતાના મિત્રના 8 વર્ષીય ટ્વીન્સ બાળકો સહિત પરિવારના છ શખ્સોની હત્યા કરી નાંખી હતી. પોલીસે મુખ્ય આરોપી અને તેને મદદ કરનારા સહિત ચાર જણાને અટકમાં લઈને તપાસ હાથ ધરી છે.આ બનાવ સંદર્ભે કામારેડ્ડી જીલ્લા એસપી સિધુ શર્માના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી એમ પ્રશાંતે કથિતપણે પોતાના મિત્રની સંપત્તિ હડપ કરવા માટે કાવતરૂ ઘડ્યું હતું. જેમાં 29 નવેમ્બર થી 13 ડિસેમ્બર દરમિયાન તેલંગાણાના અલગ અલગ જીલ્લાઓમાં તમામ હત્યાઓને અંજામ આપ્યો હતો.
પોલીસે પરિવારના છ શખ્સોની હત્યા સંદર્ભે પ્રશાંત, તેના ભાઈ, મા અને બે ભાડુતી સાથીદારોને અટકમાં લીધો છે. પ્રશાત અને તેનો મિત્ર પી પ્રસાદ બાળપણના મિત્રો હતા અને નિજામાબાદ જીલ્લાના મકલુર ગામના રહેવાસી હતા. પોલીસે કહ્યું હતું કે મકલુર ગામ પાસેના એક જંગલમાં પી રપ્રસાદની લાકડીઓ અને પથ્થર મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં તેના મૃતદેહને ત્યાં જ દાટી દેવામાં આવ્યો હતો.
ત્યારબાદ પ્રશાંત પ્રસાદને મળાવવાને બહાને પ્રસાદની પત્ની અને પરિવારના અન્ય સભ્યોને પોતાની સાથે કારમાં લઈ ગયો હતો. તેણે પરિવારના સભ્યોને કહ્યું હતું કે 2018માં પોલીસમાં નોંધાયેલા ગુનામાં પોલીસથી બચવા પ્રસાદ ઢુપાઈ ગયો છે. જોકે બાદમાં પ્રશાંતે તેના ભાડુતી માણસો અને ભાઈ સાથે મળીને પ્રસાદની પત્ની, પોતાના મિત્રના ટ્વીન્સ બાળકો અને બે બહેનોની હત્યા કરી નાંખી હતી.
પોલીસનું રહેવું છે કે પ્રશાંતે પ્રસાદની માતાની હત્યાનું કાવતરૂ પણ ઘડ્યું હતું. જોકે પોલીસે તેને બચાવી લીધી હતી. પોલીસે બન્ને બહેનો અને ટ્વીન્સ બાળકોના મૃતદેહો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રસાદ અને તેની પત્નીના મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા
આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન
આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો
