Covid-19/ ઓમિક્રોનનાં ખતરા વચ્ચે દેશમાં નોંધાયા આટલા કેસ, રિકવરી રેટ 2020 પછી સૌથી વધુ

કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં વધતા જોખમ વચ્ચે વિશ્વમાં સંક્રમણનાં કેસ વધીને 26.41 કરોડ થઈ ગયા છે. વળી, આ મહામારીનાં કારણે 52.3 લાખ લોકોનાં મોત થયા છે.

Top Stories India
Covid19 Update

કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં વધતા જોખમ વચ્ચે વિશ્વમાં સંક્રમણનાં કેસ વધીને 26.41 કરોડ થઈ ગયા છે. વળી, આ મહામારીનાં કારણે 52.3 લાખ લોકોનાં મોત થયા છે. મહામારીને રોકવા માટે અત્યાર સુધીમાં કુલ 8.07 અબજ લોકોને રસી આપવામાં આવી છે. હાલમાં વિશ્વની ચિંતાનો વિષય બનેલ ઓમિક્રોન વેરિઅન્ટ 34 દેશોમાં પહોંચી ગયું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ અને મૃત્યુઆંક અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 264,131,554, 5,233,849, 8,077,311,814 છે. CSSE અનુસાર, અનુક્રમે 48,832,302 અને 785,907 કેસ અને મૃત્યુની સૌથી વધુ સંખ્યા સાથે અમેરિકા વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. વળી જો ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં દૈનિક કેસોમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – સંકટ / વિશ્વનાં 34 દેશ સુધી પહોંચ્યો Omicron, દ.આફ્રિકામાં રોજ ડબલ થઇ રહ્યા છે કેસ

આપને જણાવી દઇએ કે, શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસનાં 9,216 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણનાં કારણે 391 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 8,612 ડિસ્ચાર્જ થયા છે, કુલ રિકવરી રેટ લગભગ 98.35 ટકા છે જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે અને કુલ રિકવરી ડેટા 3,40,45,666 પર પહોંચી ગયો છે. મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19નાં કુલ સક્રિય કેસ વધીને 99,976 થઈ ગયા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 125.75 કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કુલ મૃત્યુઆંક હવે 4,70,115 છે. ભારતમાં, કોવિડ મહામારીનાં કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં નોંધાયું હતું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 2 ડિસેમ્બર સુધી કોવિડ-19 માટે 64,46,68,082 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી ગુરુવારે 11,57,156 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – સોશિયલ મીડિયા / PM મોદી સહિત ઘણા નેતાઓનાં ટ્વિટર પર ઘટ્યા Followers, CEO ને લોકો કરી રહ્યા છે ફરિયાદ

જણાવી દઇએ કે, કેરળમાં ગુરુવારે 4,700 નવા કોવિડ-19 કેસો અને 320 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ કેસલોડ વધીને 51,40,090 અને મૃત્યુઆંક 40,855 થયો છે. એક અધિકૃત અખબારી યાદીમાં જણાવાયું છે કે, 320 મૃત્યુમાંથી, 66ને છેલ્લા કેટલાક દિવસોમાં અને 254 ને કેન્દ્રનાં નવા દિશાનિર્દેશો અને સુપ્રીમ કોર્ટનાં નિર્દેશોનાં આધાર પર અપીલ પ્રાપ્ત કર્યા બાદ કોવિડ-19 મોતોનાં રૂપમાં નિયુક્ત કરવામાં આવેલા છે.