Not Set/ ગુજરાતમાં ગ્રંથપાલની જગ્યા ખાલી, અનેકવાર રજૂઆત છતાં સરકારની ઉદાસીનતા

ગુજરાતમાં 23 વર્ષથી અનેકવારની રજૂઆતનું પરિણામ નહીં આવતાં હવે ગ્રંથપાલના પ્રશ્નોનો ઉકેલ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી સુધી રજૂઆત કરવાનો નિર્ણય ગ્રંછપાલે કર્યો છે.

Top Stories Gujarat
navsari 10 ગુજરાતમાં ગ્રંથપાલની જગ્યા ખાલી, અનેકવાર રજૂઆત છતાં સરકારની ઉદાસીનતા

ગુજરાતમાં શાળા-કોલેજ કે યુનિવર્સિટીમાં લાંબા સમયથી ગ્રંથપાલોની જગ્યા ભરવામાં આવતી નથી. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વાંચે ગુજરાત સંકલ્પ પરંતુ ગ્રંછપાલોની જગા આજદિન સુધી નહીં ભરાતાં હવે આ મુદ્દો દિલ્હી દરબારમાં વડાપ્રધાન સુધી રજૂ કરવાનો નિર્ણય ગ્રંથપાલોએ કર્યો છે.

  • 23 વર્ષમાં 78 વાર સરકારને રજૂઆત – છતાં પરિણામ શૂન્ય
  • હવે અંતે વડાપ્રધાન સુધી મુદ્દાની રજૂઆત કરાશે
  • નવેમ્બરના અંતમાં ગ્રંથપાલો જશે દિલ્હી

દેશના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ સમયે વાંચે ગુજરાતનો સંકલ્પ કર્યો હતો. સંકલ્પને સિદ્ધ કરવા વિદ્યાર્થીઓ, શિક્ષકો, કેળવણીકાર અને સાહિત્યકારોને વધુ ને વધુ પુસ્તકો વાંચીને જ્ઞાનવૃદ્ધિ કરવાનો પ્રયાસ થયો હતો. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વાંચે ગુજરાત સંકલ્પ પરંતુ આજની સ્થિતિએ રાજ્યની અનેક શૈક્ષણિક સંસ્થાઓ શાળા-કોલેજ અને યુનિવર્સીટીમાં ગ્રંથપાલની ખાલી જગ્યા આજે 23 વર્ષ પછી પણ ભરવામાં આવી નથી. આ અંગે મુખ્યમંત્રી – શિક્ષણમંત્રી અને નાણાં વિભાગના ઉચ્ચઅધિકારીઓ સમક્ષ અનેકવાર રજૂઆત કરી છે. વર્ષોથી થયેલી અનેકવારની રજૂઆત આજદિન સુધી સત્તાધીશોના કાને અથડાઇ નથી.

  • 23 વર્ષથી કરવામાં આવે છે રજૂઆત
  • ગ્રંથપાલોએ કરી 78 વખત રજૂઆત
  • રજૂઆત બાદ પર પરિણામ શૂન્ય
  • ગ્રંથપાલોની 18 હજાર જગ્યાઓ છે ખાલી

ગુજરાતમાં 23 વર્ષથી અનેકવારની રજૂઆતનું પરિણામ નહીં આવતાં હવે ગ્રંથપાલના પ્રશ્નોનો ઉકેલ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી સુધી રજૂઆત કરવાનો નિર્ણય ગ્રંછપાલે કર્યો છે. જે મુજબ નવેમ્બરના અંત સુધીમાં ગ્રંથપાલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્રંથપાલની ભરતી કરવ અંગે રજૂઆત કરશે. વડાપ્રધાનને રજૂઆત કરી હકારાત્મક પ્રતિભાવની આશા  ગ્રંથપાલો રાખી રહ્યાં છે.  ગ્રંથપાલની માગ સંતોષવામાં આવે અને શૈક્ષણિકસંસ્થામાં ભરતી થાય તો વડાપ્રધાને સેવેલું વાંચે   ગુજરાત સંકલ્પ સાકાર થશે.

ધર્માંતરણ મામલો / ભરૂચના પ્રવિણને સલમાન બન્યા બાદ હવે મળી રહી છે ધમકી,

પરંપરા / કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા…

પરંપરા / કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા…

ધર્માંતરણ / ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

અમદાવાદ / AMCના લારીઓ હટાવવાના આદેશનો વિરોધ, AIMIMના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

ગુજરાત /  હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

કોરોના કેસમાં વધારો / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત