ચેતજો/ અમદાવાદમાં કિશોરીનું પાણીપુરી ખાવાથી મોત

અમદાવાદની એક કિશોરીને પાણીપુરી ખાધા પછી લીવરને લગતી બીમારી થઈ હતી. પાણીપુરીના લીધે તે કિશોરીને હિપેટાઇટિસ ઇ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના પગલે તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું. જો કે લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ આરોગ્ય કથળતા કિશોરીનું મૃત્યું થયું હતું.

Top Stories Gujarat
Mantavyanews 10 અમદાવાદમાં કિશોરીનું પાણીપુરી ખાવાથી મોત

અમદાવાદઃ અમદાવાદમાં પાણીપુરીના શોખીનો માટે આંચકાજનક સમાચાર છે. જો તમે બહાર ખાવાના શોખીન છો અને પાણીપુરી ખાવ છો તો તમારા માટે મોટી ચેતવણી છે. અમદાવાદની એક કિશોરીને પાણીપુરી ખાધા પછી લીવરને લગતી બીમારી થઈ હતી. પાણીપુરીના લીધે તે કિશોરીને હિપેટાઇટિસ ઇ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના પગલે તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું. જો કે લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ આરોગ્ય કથળતા કિશોરીનું મૃત્યું થયું હતું.

બાળકને ચટાકેદાર વસ્તુઓ આમ પણ ભાવતી હોય છે. તેથી બાળકીઓ અને યુવતીઓમાં પાણીપુરીનો ચટાકો જબરજસ્ત હોય છે. આ જ રીતે સ્વાદની શોખીન 13 વર્ષની કિશોરીએ પાણીપુરી ખાધા પછી પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. પહેલા તો ઘરગથ્થું દવાથી ચલાવવામાં આવ્યું હતું. તેના પછી ડોક્ટરની દવા કરવામાં આવી હતી, આ દવા પછી પણ દુઃખાવો ચાલુ રહેતા તેનો બોડી રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો.

તેના પગલે આ યુવતીને હિપેટાઇટિસ ઇ હોવાનું નિદાન થયું હતું. આ હિપેટાઇટિસ ઇ એટલું વધી ગયું હતું કે તેના લીવરને પણ નુકસાન થયું હતું. તેના લિવરને ભારે નુકસાન થતાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની નોબત આવી હતી. કિશોરીની માતાએ તેના લિવરનો અમુક ભાગ પણ ટ્રાન્સપ્લાન્ટ માટે આપ્યો તો. તેની સાથે સર્જરી સફળ પણ રહી હતી, પણ સર્જરીના થોડા સમય બાદ તેની તબિયત બગડી હતી અને તેનું મૃત્યું થયું હતું.

આ કિશોરીને પહેલા તો સિવિલના કિડની ઇન્સ્ટિટ્યુટમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ ફેર ન પડતા તેને આઇકેડીઆરસી ખાતે દાખલ કરવામાં આવી હતી. સફળ સર્જરી બાદ પણ તેનું નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે બહારની ખાવાપીવાનું વસ્તુ અંગે ડોક્ટર્સ હંમેશા ચેતવતા આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે જંક ફૂડ અને વધુ પડતું બહારનું ખાવાથી આરોગ્ય પર ગંભીર અસર પડે છે. તેથી બહારનું ખાતા પહેલા સો વખત વિચારો.

 

આ પણ વાંચોઃ PM Modi Gift Items/  PM મોદીને મળેલ ગિફ્ટની થશે ઈ-ઓક્શન, કિંમત ₹100 થી 64 લાખ સુધીની કિમત, પૈસાનો ઉપયોગ થશે આ કામમાં

આ પણ વાંચોઃ Nanded Hospital Death News/ મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત, મૃત્યુ પામેલાઓમાં 12 નવજાત શિશુઓ

આ પણ વાંચોઃ Bihar Politics/ બિહારમાં આર્થિક સર્વેની તૈયારીઓ, નીતિશે બોલાવી બેઠક, આ નેતાઓને આમંત્રણ નહીં