Not Set/ બનાસકાંઠા/ કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત, ચાર ઘાયલ

બનાસકાંઠાની સવાર આજે ખરાબ સમાચાર સાથે શરુ થઇ છે.બનાસકાંઠામાં આજે બે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક થરાદ પાસે અકસ્માતમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે બીજો અકસ્માત બનાસકાંઠાના આબુ રોડ પર સર્જાયો છે જેમાં વ્યક્તિએ મોત નીપજ્યુ છે. આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં આબુ રોડ પર અકસ્માતમાં કાર અને ટ્રક વચ્ચે થયેલાં […]

Gujarat Others

બનાસકાંઠાની સવાર આજે ખરાબ સમાચાર સાથે શરુ થઇ છે.બનાસકાંઠામાં આજે બે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક થરાદ પાસે અકસ્માતમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે બીજો અકસ્માત બનાસકાંઠાના આબુ રોડ પર સર્જાયો છે જેમાં વ્યક્તિએ મોત નીપજ્યુ છે.

આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં આબુ રોડ પર અકસ્માતમાં કાર અને ટ્રક વચ્ચે થયેલાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે. આબુ રોડ પર થયેલી ટક્કરને કારણે થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

હાલ ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠાના અમીરગઢ હાઈવે પર આરાસુરી પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો છે.

અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન