Sabarkantha News: મંદિરમાંથી ચોર દાનપેટીની ચોરી કરતા હોય કે ભગવાનના દાગીનાની ચોરી કરતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ હવે ખુદ ભગવાનની ચોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હવે આ કળિયુગમાં ભગવાન પણ સલામત નથી. સાબરકાંઠાના વડાલીમાં હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સાબરકાંઠામાં શિવલિંગની ચોરી થઈ છે.
વડાલીના કુબાધરોલ પાસે આવેલા શેરશંભુ મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. મંદિર પરિસરમાંથી શિવલિંગ ગાયબ થવાથી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં ચોરોએ શિવલિંગને પણ મચક ન આપી. વડાલીના કુબાધરોલ પાસે આવેલા શેરશંભુ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે. ચોરોએ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી હતી.
વડાલીના કુબાધરોલ પાસે આવેલા શેરશંભુ મહાદેવ મંદિર પરિસરમાંથી એક શિવલિંગ ગુમ થયું છે. ત્યારે શિવલિંગની ચોરીથી ભક્તોમાં રોષ ફેલાયો હતો. શ્રાવણના છેલ્લા સોમવારે રાત્રે ચોરોએ શિવલિંગની ચોરી કરી હતી. ત્યારબાદ ગ્રામજનોએ ચોરી અંગે વડાલી પોલીસને જાણ કરી હતી. આના પગલે પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ છે.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
