ગુજરાતમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંકડો ૮૯૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે રાજ્યના મહાનગરોની પરિસ્થિતિ પણ સતત વિકટ બની રહી છે. અહીં કોરોના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે.
સુરતમાં આજ રોજ નવા 29 કેસ નોંધાતા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 984 પર પહોંચ્યો છે. અને એક દર્દીનું મોત નીપજ્યું છે. જે સાથે જીલ્લામાં કુલ મૃત્યુઆંક 40 પર પહોંચ્યો છે. તો સાથે 7 દર્દી ડિસ્ચાર્જ થતા જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 560 દર્દીઓ કોરોના જંગ જીત્ય છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 228 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ છે. જેમાંથી 2 દર્દીઓ વેન્ટીલેટર પર, 8 દર્દી બાઈપેપ પર તેમજ 14 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.
*મૃતક દર્દીની વિગત *
સુરતના ભટાર રોડ પર આવેલા ડીકે પાર્કમાં રહેતા 53 વર્ષીય વિષ્ણુ પ્રસાદ પટેલ ગત 6 મેએ શ્વાસ સહિતની તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન આજે સવારે તેમનું કરૂણ મોત નિપજયું હતું. તેમને યાબિટીસ અને શ્વાસની તકલીફ અને વિટામીન બી 12ની ઉણપ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
