Not Set/ #Live/ લોકડાઉન વચ્ચે PM મોદીનું રાષ્ટ્રજોગ સંદેશ, જાણો શું રહેશે આગળની યોજના

સમગ્ર દેશમાં આજે કોરોનાનાં કારણે લોકડાઉન છે ત્યારે સરકાર સામે તેનાથી લડવા સિવાય પણ ઘણા મોટા પ્રશ્નો છે. 17 મી મે નાં રોજ દેશવ્યાપી લોકડાઉન સમાપ્ત થઇ રહ્યુ છે. માર્ચમાં લોકડાઉનની ઘોષણા થયા બાદ વડા પ્રધાન મોદીનું આ દેશને નામ ત્રીજું સંબોધન હશે. ભારતમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશને […]

India

સમગ્ર દેશમાં આજે કોરોનાનાં કારણે લોકડાઉન છે ત્યારે સરકાર સામે તેનાથી લડવા સિવાય પણ ઘણા મોટા પ્રશ્નો છે. 17 મી મે નાં રોજ દેશવ્યાપી લોકડાઉન સમાપ્ત થઇ રહ્યુ છે. માર્ચમાં લોકડાઉનની ઘોષણા થયા બાદ વડા પ્રધાન મોદીનું આ દેશને નામ ત્રીજું સંબોધન હશે.

ભારતમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશને સંબોધન કરી રહ્યા છે. સમગ્ર રાષ્ટ્ર વડા પ્રધાનનાં સંબોધન પર નજર રાખી રહ્યું છે. લોકડાઉનને લઇને વડા પ્રધાન મોટી જાહેરાત કરી શકે છે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ તમામની નજર પીએમ મોદીનાં આ ભાષણ પર છે. નોંધપાત્ર વાત એ છે કે હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રોગચાળાથી ગ્રસ્ત છે. તેના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં, વિશ્વભરમાં કોરોના દ્વારા 4 મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાયરસનાં 70 હજારથી વધુ કેસ નોંધાયા છે. તેમાંથી 46 હજારથી વધુ સક્રિય કેસ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.