Not Set/ પીએમ મોદીની સી-પ્લેનની ઉડાન બાદ સુરક્ષાને લઇ સામે આવ્યો ચોકાવનારો ખુલાસો , જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાના ચુંટણી પ્રચારનો મંગળવારે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે તમામ રાજકીય નેતાઓએ ચુંટણી પ્રચાર માટે એડી ચોટીનું જોર અજમાવ્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી-પ્લેન દ્વારા ઉડાન ભરી માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હતો. ત્યારબાદ કહેવામાં આવ્યું કે,દેશમાં સૌપ્રથમ વાર આ પ્રકારના પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ પીએમ […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાના ચુંટણી પ્રચારનો મંગળવારે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે તમામ રાજકીય નેતાઓએ ચુંટણી પ્રચાર માટે એડી ચોટીનું જોર અજમાવ્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી-પ્લેન દ્વારા ઉડાન ભરી માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હતો. ત્યારબાદ કહેવામાં આવ્યું કે,દેશમાં સૌપ્રથમ વાર આ પ્રકારના પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ પીએમ મોદીની આ સી-પ્લેનની ઉડાન બાદ સુરક્ષા અંગે સવાલો ઉભા થયા છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ૪૨ મહિનાના કાર્યકાળ દરમિયાન એરફોર્સ અને એર ઇન્ડિયાના અનેક vvip વિમાનમાં મુસાફરી કરી. પરંતુ મંગળવારની ૧૮૦ કિમીની સી-પ્લેનની ઉડાન બાદ પીએમ મોદી પર માત્ર ગુજરાતનો વિકાસ દર્શાવવા માટે આ જોખમ લીધા હોવાના પ્રશ્નો સામે આવ્યા છે.

માત્ર ગુજરાતનો વિકાસ દર્શાવવા માટે આટલું મોટું જોખમ :

૧. પીએમ મોદીએ જે સી-પ્લેનમાં મુસાફરી કરી તે વિમાનમાં ફક્ત ૧ જ એન્જીન હતું, મતલબ કે, મુસાફરી દરમિયાન કોઈ પણ દુર્ઘટના સર્જાઈ તો આ પ્લેનના બચવાની તક નહીવત કહી શકાય છે. આ તમામ બાબત પીએમ સમક્ષ રજૂ કરવામાં આવી હતી પણ તેઓએ મુસાફરી કરવાનું જોખમ લીધું હતું.

મહત્વનું છે કે, ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) એર સેફ્ટી સરક્યુલર ૨ ની ગાઈડલાઈન્સ મુજબ,  વડાપ્રધાન ક્ક્ષાના VVIP વ્યક્તિ માટે હંમેશા બે એન્જીન વાળું વિમાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ પીએમ મોદીએ સી-પ્લેનની ખાસિયત જાણતા હોવા છતાં નજરઅંદાજ કરી હતી.

૨. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીએ જે સી પ્લેનમાં સફર કરી તેમાં કોઈ ગ્રાઉન્ડ બેઝ કે નેવિગેશન માટેની મદદ પણ ઉપલબ્ધ ન હતી.

૩. આ સી-પ્લેન USA નું એક ચાર્ટડ પ્લેન હોવાનું તેમજ આ પ્લેન અમેરિકાથી ટેક ઓફ થયા બાદ ૯૦ દિવસ પછી પાડોશી દેશ પાકિસ્તાનના કરાચીના માર્ગે ૩ ડિસેમ્બરે ભારત આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ ઉપરાંત વિમાનના પાઇલોટ પણ ભારત દેશ બહારના હોવાનું પ્રાપ્ત થયું છે. જો કે, વડાપ્રધાનની સિક્યોરિટીમા સામેલ સ્પેશિયલ પ્રોટેક્શન ગૃપ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ કંટ્રોલ ફ્લાઈટ હતી અને તેના પાઈલટ્સને 30 વર્ષથી વધુનો અનુભવ હતો.

૪. આ સી-પ્લેનની ઉડાન બાદ, મુંબઈ સ્તિથ DGCA અને અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીના ડાયરેકટરનો સંપર્ક સાધવામાં આવતા, આ પ્લેનના કલીયરન્સ સર્ટીફીકેટ અંગે જવાબ આપવાને બદલે રાજધાની સ્તિથ DGCA ના હેડકવાર્ટરનો સંપર્ક સાધવાનું કહ્યું હતું.

બીજી બાજુ, આ સી-પ્લેનની સુરક્ષાના તમામ સવાલોનો જવાબ આપતા કેન્દ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ વડાપ્રધાનના નિર્ણયને સમર્થન આપતા જણાવ્યું કે, “વડાપ્રધાન ઈચ્છે તે રીતે ટ્રાન્સપોર્ટેશન કરી શકે છે. અમારા માટે એ ગર્વની વાત છે કે તેમણે સી પ્લેનનો ટ્રાયલ રન લેવાનું પસંદ કર્યું.”