ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,447 નવા કેસ સામે આવ્યા છે. તો સાથે 67 દર્દીના મોત થયા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9557 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
આજે રાજ્યમાં 9557 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 6,60,489 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. રાજ્યમાં હાલ 755 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 96,443 પર પહોંચ્યો છે.
અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1862 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 33 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 322 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 144 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 442 કેસ, જ્યારે ગ્રામ્યમાં 197 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 187 કેસ અને ગ્રામ્યમાં 103 કેસ નોંધાયા છે.

