Not Set/ નારાયણસાઈ દુષ્કર્મ મામલો: કોર્ટમાં સુનાવણી થઈ પૂર્ણ, 10 મેએ હવે વધુ સુનાવણી

સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ મંગળવારે આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે આજે આસારામના પુત્ર  નારાયણ સાંઈને બળાત્કારના કેસના મામલે કોર્ટે સુનાવણી માટેની તારીખ આપી હતી. આગામી 10 મેએ હવે વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે નારાયણ સાંઈ સામે સુરતની બે સાધિકા બહેનો પર દુષ્કર્મનો આરોપ છે. આ આરોપ સર […]

Top Stories

સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ મંગળવારે આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે આજે આસારામના પુત્ર  નારાયણ સાંઈને બળાત્કારના કેસના મામલે કોર્ટે સુનાવણી માટેની તારીખ આપી હતી. આગામી 10 મેએ હવે વધુ સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનિય છે કે નારાયણ સાંઈ સામે સુરતની બે સાધિકા બહેનો પર દુષ્કર્મનો આરોપ છે. આ આરોપ સર છેલ્લા 4 વર્ષથી નારાયણ સાંઈ અહીંની લાજપોર જેલમાં બંધ છે. જોધપુર કોર્ટે તેના પિતા આસારામને દુષ્કર્મના જ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા સંભળાવી છે ત્યારે હવે સુરતની બે બહેનોને આશા અને વિશ્વાસ છે કે તેમને પણ ન્યાય જરૂર મળશે.

ગુરુવારે આ કેસની સુનાવણી હોવાથી નારાયણ સાંઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન મીડિયા દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. જોકે, નારાયણ સાંઈ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.

સુરતની બે બહેનોએ પણ આસારામ અને પુત્ર નારાયણ સાંઈ સામે યૌન શોષણની ફરિયાદ કરી હતી. વર્ષ 2014, 28 ફેબ્રુઆરીના રોજ બે બહેનોમાંથી એકના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આસારામ અને તેના દીકરા નારાયણ સાઈ વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધાવીને દુષ્કર્મ અને બંધક બનાવાનો આરોપ મુક્યો હતો.

નારાયણ સાંઈ અને આસારામ વિરુદ્ધ સુરતની બન્ને બહેનો દ્વારા નોંધાવવામાં આવેલો આ કેસ 10 વર્ષ જુનો છે. ગઈકાલે જોધપુર કોર્ટ દ્વારા આસારામને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવતા અને આજીવન કેદની સજા સંભળાવવામાં આવ્યા બાદ સુરતની આ બન્ને બહેનોને પણ ન્યાય મળવાની આશા જાગી છે.

નારાયણ સાંઈ હાલ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે. ત્યારે મહેલ જેવા આશ્રમોમાં લક્ઝુરિયસ લાઈફ જીવતા અને ગમે ત્યારે ફૂલ ફેંકીને સાધિકાઓ સાથે સહશયન કરવા માટે જાણીતા બનેલા નારાયણ સાંઈને લાજપોર જેલમાં બિમારીઓનો ભોગ બન્યો છે. નારાયણ સાંઈને કમર, હાડકાંનો રોગ થયો છે. સાથે જ દાંતના અને જડબાને લગતાં રોગો થયા હોવાની અવારનવાર ફરિયાદ કરતો રહે છે. જેથી તેને અવારનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે.