ચુડા શહેરના જૂના બસસ્ટેન્ડ રોડ પર કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો પર્દાફાશ કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં ચુડાની ભરબજારમાં યુવકને માર મારતો વિડીયો ફરતો થયો છે. વાયરલ વિડીયોમાં માર મારનારો શખ્સ યુવકને ભરબજારમાં અપશબ્દો બોલી તેને પોલીસનો કશો ડર ન હોવાનું પણ કહી રહ્યો છે. ચુડામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને લોકોમાં પોલીસ કામગીરી સામે રોષ ભરાયો છે.
આ પણ વાંચો : વાંકલીના છાત્રાલયમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત
ચુડામાં રહેતા હરેશ મીઠાપરાને બાઈક ઓવરટેક કરવા બાબતે તા.20 માર્ચે જગદીશ લકુમ, ભાવેશ વાઘેલા, પ્રકાશ લકુમ સહિત 3 અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. ઘાયલ હરેશએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ તેને મારી ગળામાં પહેરેલો ખોટો ચેન અને રૂ.20,000 લૂંટી લીધાં હતા. હરેશ પટેલ સમાજના 60થી 70 લોકો સાથે બે દિવસ ચુડા પોલીસ મથકે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરાવવા ગયા હતા. પરંતુ પોલીસે તેની ફરિયાદ લેવાની તસ્દી લીધી નહોતી.
આ પણ વાંચો :કચ્છમાં વેપારીની પુત્રીનું અપહરણ કરી ખંડણી માંગનારને પોલીસે ઝડપી પાડ્યા
ચુડા પોલીસે ફરિયાદ નહીં લેતાં તા.22 માર્ચે હરેશ સમાજના લોકો સાથે SP કચેરી પણ ગયો હતો. છતાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તા.24 માર્ચે હરેશે ચુડા PSOને લેખિત રજૂઆત કરી હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધવા ગુહાર લગાવી હતી. હુમલાના બનાવને 5 દિવસ વીતી ગયા, ભોગ બનનાર યુવક પોલીસ કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યો હોવા છતાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં થતાં લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગી રહ્યો છે.
