અમદાવાદ સહિત રાજ્યભરમાં હિમાલયન વેલી જેવો અનુભવ કરાવશે ઠંડીનો ચમકારો. ઉત્તર ભારતમાં પડી રહેલી ભારે હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. સતત બે દિવસ ઠંડીમાં જોવા મળેલી રાહત બાદ ઉત્તરાયણની મજાન માણતાં લોકોને ગઇકાલે સાંજે ઠંડીમાં ઠૂઠવાયેલા જોવા મળ્યાં હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેશે. ઉત્તર ભારતમાં પડી રહેલી ભારે હિમવર્ષા અને સાઈક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે નલિયા 6 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું તો અમદાવાદમાં 12.8 ડિગ્રી અને રાજકોટમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંઘવામાં આવ્યું છે.
ગુજરાતના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયાનું નોંધવામાં આવી રહ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર રહેશે. રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ઠંડીમાં વધારો થશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી બે દિવસ બાદ ઠંડીના ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
