Valsad News: વલસાડ જિલ્લામાં આ ચોમાસામાં મેઘરાજાએ (Valsad Rain) ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના આંકડા પ્રમાણે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 112.68 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે.
Valsad Rain: 151.77 ઇંચ વરસાદ સાથે કપરાડા મોખરે
તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો કપરાડા તાલુકામાં (Kaprada Rain) સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કપરાડામાં અત્યાર સુધીમાં 151.77 ઇંચ વરસાદ ખાબક્યો છે. ડુંગરાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતા આ તાલુકામાં સતત વરસાદને કારણે કુદરતી જળસ્ત્રોતોમાં પણ પાણીની આવક વધી છે.
કપરાડા બાદ નાનાપોંઢા તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. અહીં મોસમનો કુલ વરસાદ 122.87 ઇંચ સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદના કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.ઉમરગામ તાલુકામાં 111.45 ઇંચ, પારડીમાં 105.78 ઇંચ અને ધરમપુરમાં 104.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સતત વરસાદના કારણે નદીઓ, કોતરો અને ચેકડેમોમાં નવા નીરની આવક જોવા મળી રહી છે.
વલસાડમાં 102.59 અને વાપીમાં 90.07 ઇંચ વરસાદ
જિલ્લા મથક વલસાડ તાલુકામાં અત્યાર સુધીમાં 102.59 ઇંચ (Heavy Rain Valsad) જ્યારે વાપી તાલુકામાં 90.07 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં તમામ તાલુકાઓમાં ચોમાસાની સિઝનમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
જળાશયો અને નદીઓમાં પાણીની આવક વધી
સારા વરસાદના કારણે જિલ્લાના વિવિધ જળાશયો, ચેકડેમો, કોતરો અને નદીઓમાં પાણીની આવક વધી છે. એક તરફ વરસાદથી પાણીના સ્ત્રોતો રિચાર્જ થઈ રહ્યા છે, તો બીજી તરફ સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનું જોખમ પણ યથાવત છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ: માણસા-દહેગામમાં પવન સાથે વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા
આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ: હંસપુરામાં 2.54 ઇંચ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદથી ખેડૂતોને કેટલો ફાયદો? પાક ઉખાડી ચૂકેલા ખેડૂતોની મુશ્કેલી વચ્ચે મેઘરાજાની મહેર
