રાજય માં આ મહિના માં અનેક તહેવારો આવે છે જેમાં લોકો ભરપુર આનંદ માણતા હોય છે . ત્યારે હવે જૈન સમાજના પર્યુષણની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે . જેમાં અમદાવાદ શહેરમાં આગામી 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે 16 સપ્ટેમ્બરે દિગમ્બર સમાજના ઉત્સવ પર પણ કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી કતલખાના બંધ રહેશે .
આ પણ વાંચો :આજ થી રાજ્યભરની શાળા-કોલેજોમાં રસીકરણ મહાઅભિયાન શરુ કરાશે
રાજય માં અમદાવાદ શહેરમાં 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન તમામ કતલખાના બંધ રહેશે. આ દરમિયાન જૈન સમાજ દ્વારા પર્યુષણની ઉજવણી કરવામાં આવશે. તો 16 સપ્ટેમ્બરના રોજ દિગમ્બર સમાજના ઉત્સવના દિવસે પણ કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો :સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવે કાબુલમાં થયેલા હુમલાની નિંદા કરી
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. સૌપ્રથમ જન્માષ્ટમીના પર્વની વાત કરીએ તો, 8 મહાનગરોમાં 30 ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીની રાત્રે નાઇટ કર્ફ્યૂમાં 2 કલાકની વધુ છૂટ અપાઇ છે. એટલે કે 8 મહાનગરોમાં રાત્રીના 11ના બદલે 1 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂમાં છૂટ અપાશે
